Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગ્રામજનોના હિતમાં અને સર્વસંમતિથી લીઝનાવાહનોને રોકવા બેરિકેટ લગાવ્યાં : સરપંચ

Share

પાણેથા ગામે ગાડાવાટનો રસ્તો બેરીકેટ લગાવી બંધ કરતાં નોટિસ આપી હતી
ભરૂચ.
પાણેથા ગામે ગેરકાયે દોડતાં રેતી ભરેલા ડમ્પરોને કારણે ગામના મુખ્ય રસ્તાઓ ખરાબ થવા સાથે  અકસ્માતોનો ભય સતત સતાવતો હતો.જેના કારણે ગ્રામજનોએ લેખિત અને મૌખિક રીત ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરી હતી.જેના પગલે પાણેથા ગ્રામ પંચાયતે સામાન્ય સભાં ઠરાવ કરી ગ્રામજનોની માંગણીઓને લઇને 11મી નવેમ્બરે રેતીના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેમાં અતિભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઉપરાંત લીઝ ધારકોની ટ્રકોને પણ આ માર્ગ પરથી અવર-જવર પર પ્રતિબંધ મુકી ત્યાં બેરીકેટ મુકી દેવાયા હતા. જોકે, ગામના ખેડૂતના પાક લઇ જવા માટે રસ્તો ખુલ્લો રખાયો હતો. દરમિયાનમાં જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને નોટિસો આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં સોમવારે સરપંચ સહિત આગેવાનોએ જિલ્લા પંચાયત ખાતે પહોંચી તેમને અપાયેલી નોટિસોના લેખિતમાં જવાબ આપવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમના ગામમાંથી ઓવરલોડ અને પાણી નિતરતી રેતીનું ગેરકાયદે વહન કરાય છે. તેમના ગામમાં કોઇ લીઝ આવેલી નથી. તેમના ગામમાંથી જતાં રેતીભરેલાં વાહનો વડોદરા જિલ્લામાં મંજુર થયેલાં મોટા વાંસણા ગામની સીમમાંની લીઝ છે. લીઝ ધારકો ધારે તો તેઓ તેમને જે ગામમાં લીઝ મળી છે ત્યાંથી પણ પોતાના વાહનો કાઢી શકે છે. જોકે, તેમ નહીં કરીને ધાકધમકીથી પાણેથા ગામમાંથી વાહનો પસાર કરે છે. જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષ છે. અને ગ્રામજનોએ પેસા એક્ટ હેઠળ ગ્રામસભા બોલાવી ગેરકાયદે વાહનોની અવર-જવર બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે. ગામના આગેવાનોની રજૂઆતને લઇને જિલ્લા વિકાસ અધિકારીએ મામલામાં તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી.

Share

Related posts

ખેડા : બોગસ ખેડૂત ખાતેદારો મામલે મહેસુલ મંત્રીની આકસ્મિક મુલાકાત.

ProudOfGujarat

ગોધરા શહેરની સાર્વજનિક કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષાના છેલ્લા દિવસે પીઠી ચોળીને પરીક્ષા આપતો યુવાન.

ProudOfGujarat

અંકલેશ્વર- ટ્રાફિકની સમસ્યાઓ વાહનચાલકો માટે દિન-પ્રતિદિન માથાનો દુખાવો બની રહી છે, વહેલા તકે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી લોક માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!