Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉત્તરાયણના પર્વ દરમિયાન ભરૂચ વન વિભાગ, પશુપાલન વિભાગની સરાહનીય કામગીરી;  ૯૭ ઘાયલ પક્ષીઓની સારવાર કરીને નવજીવન આપ્યું*

Share

ભરૂચ

 

Advertisement

ભરૂચ જિલ્લામાં કરૂણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત તા. ૧૦/૦૧/૨૦૨૬ થી ૧૪મી જાન્યુઆરી (ઉત્તરાયણ) ઉત્તરાયણ પર્વના દિવસ દરમ્યાન અબોલ પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ભરૂચ વન વિભાગ અને પશુપાલન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.  કરૂણા અભિયાનએ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકારની કરૂણાસભર પહેલ છે. ભરૂચ વનીકરણ વિભાગના અધિકારી ભાવના દેસાઈએ આપેલી વિગતો મુજબ, ઉત્તરાયણના પખવાડીયા દરમ્યાન ભરૂચ વિસ્તારમાં ૪૦ જેટલા પક્ષીઓનું રેસ્ક્યૂ કરી સફળ સારવાર બાદ તેમને નવજીવન મળ્યું અને જેમાંથી ૪ અબોલા પક્ષીઓના મુત્યુ થયા, અંકલેશ્વર વિસ્તારમાં ૨૭ પક્ષીઓની સારવાર અને ૧૨ ના મૃત્યુ, વાગરામાં ૧ ની સારવાર અને ક્ષેત્રિયપેટા વન વિભાગ કુલ ૨ પક્ષીઓની સારવાર કરી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૭૦ જેટલા અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરી જેમને યોગ્ય સારવાર-સંભાળ બાદ નવજીવન આપવામાં સફળતા મળી છે. જ્યારે સારવાર પૈકી ૧૬ જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.

     વધુમાં, ભરૂચ જિલ્લામાં વનવિભાગ સાથે પશુ સારવાર સંસ્થાઓ( પશુપાલન વિભાગ) અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના સહયોગે પણ અબોલા પક્ષીઓ માટે નોંધનિય કામગીરી કરી છે. ભરૂચ જિલ્લામાં ૨૫ જેટલા કબૂતર, ૦૧ ઘુવડ, ૦૧ પેલિકન જેવા કુલ ૨૭ પક્ષીઓને રેસ્ક્યૂ કરી જેમને યોગ્ય સારવાર-સંભાળ આપી હતી. અને ૧૩ જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા.

 

  ઉત્તરાયણ પર્વના દિવસ દરમિયાન દોરી, માનવીય બેદરકારી અને અન્ય કારણોસર ઘાયલ થયેલા કુલ ૧૬૦ અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી સમયસર સારવાર અને સંભાળના પરિણામે ૯૭ અબોલ પક્ષીઓને નવજીવન આપવામાં સફળતા મળી, જ્યારે દુર્ભાગ્યવશ ૨૯ પક્ષીઓ સારવાર દરમિયાન અથવા સારવાર પૂર્વે મૃત્યુ પામ્યા હતા.

 


Share

Related posts

સુરતમાં ડ્રગ્સનો વેપલો સતત વધ્યો : સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 1.56 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડયો.

ProudOfGujarat

ધોરણ 7 નાં સરકારી પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ લખવામાં આવતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં આગેવાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી.

ProudOfGujarat

નર્મદા 108 ના કર્મચારીઓએ કોરોનામાં જાનનાં જોખમે સેવા બજાવી : 30 જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!