Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વસંત પંચમીના પાવન દિવસે ભવ્ય ભરૂચના હૃદયસ્થળ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ગ્રંથ આરતી સાથે ઉજવાયો ભવ્ય ભૃગુકચ્છનો પ્રાગટ્ય દિવસ

Share

 

કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વસંતપંચમી અવસર પર કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં ગ્રંથઆરતી અને ભૃગુકચ્છનો પ્રાગટ્ય દિવસ ગ્રંથ આરતી સાથે ઉજવાયો.

Advertisement

આ અવસર પર માતા શારદાની આરતી કરવામાં આવી અને પ્રાર્થના કરવામાં આવી કે અહીં આવનાર દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય, તેઓ સમાજ, શહેર, રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરે અને પોતાના માતા-પિતાના સ્વપ્નોને સાકાર કરે.
✨ જ્ઞાનનું મહિમા-ગાન
ગ્રંથપાલે પોતાના સંદેશમાં જણાવ્યું કે “જ્ઞાન અત્રતત્ર સર્વત્ર છે જ્ઞાન એ જ આપણો પરમમિત્ર છે—તે અભિમાન નહીં પરંતુ સ્વાભિમાન વ્યક્ત કરે છે. જ્ઞાન ઝરણાની જેમ વહે છે, ફળદ્રુપતા પ્રસરાવે છે અને ક્યારેય વ્યર્થ જતું નથી. ‘સા વિદ્યા યા વિમુક્તયે’—વિદ્યા આપણને દરેક પ્રકારના બંધનમાંથી મુક્તિ અપાવે છે.” અને જ્ઞાન એ જ પરમમિત્ર છે. જે જ્ઞાનની ગરિમા જે જાળવે એ જ ખરો વિદ્વાન છે. જ્ઞાન કોઈને અભડાવતું નથી કોઈને નીચું દેખાડતું નથી. જ્ઞાન ઝરણાની જેમ વહેતું રહે છે અને ફળદ્રુપતા પ્રસરાવતું રહે છે. જ્ઞાનનો મહિમા અપરંપાર છે. જ્ઞાનનો કોઈ જ આકાર નથી એ નિરાકાર છે- ગ્રંથપાલ

🎓 વિદ્યાર્થીઓની પ્રાર્થના
આ પ્રસંગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગ્રંથ આરતી કરી માતા શારદાને પ્રાર્થના કરી કે જ્ઞાન માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શક સાબિત થાય.

🏛️ લાયબ્રેરીનો લોકોપયોગી વારસો
ભરૂચની મધ્યમાં આવેલી ચોક્સી પબ્લિક લાયબ્રેરી હંમેશા ભારતીય પરંપરાને અનુરૂપ લોકોપયોગી કાર્યો કરતી આવી છે. સ્થાપકોનો એક જ ઉદ્દેશ રહ્યો છે કે સમાજના દરેક વર્ગને આ પુસ્તકાલયનો લાભ મળે અને તેઓ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી દેશની ઉન્નતિમાં સહભાગી બને.
💡 જ્ઞાન—અમૂલ્ય ખજાનો
ગ્રંથપાલે ઉમેર્યું: “જ્ઞાન એ અમૂલ્ય ખજાનો છે—જેને કોઈ ચોર ચોરી શકતો નથી, કોઈ તાનાશાહ હડપ કરી શકતો નથી, અને કોઈ રાજા છીનવી શકતો નથી. તે ગરીબ કે માલદાર વચ્ચે ભેદ નથી રાખતું. જે અંતરમનથી પ્રાર્થના કરે છે તેને જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે.”જ્ઞાન કે જેના કદી ભાગ પડતાં નથી, એક પ્રચલિત ઉક્તિ છે કે “ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે.”


Share

Related posts

ભાવનગરના વલ્લભીપુરના રાજસ્થળીમાં જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડોના કામનું સાઇટ પર લેવામાં આવેલ ક્યુબના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું.

ProudOfGujarat

સુરતના વેસુમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!