Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તવરા રોડ પાસે ખુલ્લી જગ્યામાં અચાનક આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

Share

ગત રાત્રે ભરૂચ તવરા રોડ પર આવેલા MAPLE SKYDECK એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક અનુમાન મુજબ નજીકમાં ચાલતા લગ્નપ્રસંગ દરમિયાન ફટાકડાની ચિનગારી પડતાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Advertisement

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

હાંસોટ તાલુકાનાં કુડાદરા ગામે સહકાર રમત ગમત યુવા મંત્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : સંતોષી યુવક મંડળ દ્વારા અયોધ્યા નગર વિસ્તારનાં સ્થાનિકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં ૬ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!