ભરૂચ તાલુકાના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર આકર્ષક ગેટ બનાવવાની માંગ સાથે ગ્રામ પંચાયત સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની માંગ અને ગામના વિકાસને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા ૧૦ લાખના ખર્ચે ભવ્ય પ્રવેશદ્વાર બનાવવા મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રવેશ ગેટનું ખાતમુહૂર્ત આજ રોજ ગામના સરપંચ નિમિશાબેન પરમાર તથા ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના તલાટી, પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
Advertisement
આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતનું નવીન મકાન અને આકર્ષક પ્રવેશ ગેટ પૂર્ણ થતાં ગામની ઓળખમાં વધારો થશે. બંને કામ પૂર્ણ થયા બાદ તેનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવશે તેવી માહિતી તેમણે આપી હતી.
