Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા મૈયા બ્રિજ પર ઈકો-રીક્ષા ચાલક વચ્ચે મુસાફર બેસાડવા મુદ્દે ઢીસુમ-ઢીસુમ

Share

મહિલા અને પુરૂષ ટીઆરબી રોકવા ગયાં પણ બન્ને કોઈને ગાંઠયા નહી

છુટાહાથની થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો

Advertisement

ભરૂચ.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રીક્ષા-ઈકોના ચાલકો વચ્ચે હંમેશા કચવાટ રહેતો હોય છે. જેના કારલે ભુતકાળમાં અનેક નાની મોટી તકરારની ઘટનાઓ સાંભળવા મળી છે. દરમિયાનમાં મુસાફરને બેસાડવા મુદ્દે એક ઈકો અને રીક્ષા ચાલક વચ્ચે સર્જાયેલાં થમાસાણનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મુદ્દો પુન: ચર્ચામાં આવ્યો છે.

નર્મદા મૈયા બ્રિજ પર ચઢવાના રસ્તા પાસે કંપનીઓના વાહનો, પેસેન્જર વાહનો તેમજ રીક્ષાઓ આડેધડ ઉભી રહેતી હોવાને કારણે સામાન્ય વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ વાહનોને કારણે ધિકઅવર્સમાં આ પોઈન્ટ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. બીજી તરફ મુસાફરોને બેસાડવાની રસાકસીમાં રીક્ષા ચાલકો-ઈકો ચાલકો બ્રિજને જોડતાં સર્વિસ રોડ પર પણ તેમના વાહનો ઉભા કરી દેતાં હોય છે. ત્યારે મુસાફરોને બેસાડવા મુદ્દે તેમની વચ્ચે કાયમ કચવાટ ઉભો થતો રહે છે. દરમિયાનમાં નર્મદા મૈવા બ્રિજ પર જવાના ભરૂચ છેડે ઈકો ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે મુસાફરને બેસાડવા મુદ્દે મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં બન્ને એકબીજાના મુક્કાબાજી કરતાં હોવાનું જણાય છે.

તેઓના ચાલી રહેલાં ઝઘડાને કારલે ત્યાંથી પસાર થતાં લોકો તેમને છોડવવા દોડીઆવતાં આખો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બન્ને વચ્ચેની મારામારીને પગલે નજીકના પોઈન્ટ પર ફરજ બજાવતાં મહિલા અને પુરૂષ ટીઆરબી પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેઓએ તેમજ લોકોએ તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં બન્નેને છુટા કરતાં મામલો હાલ પુરતો ટાઢે પડયો હતો. નોંધનિય છે કે, બ્રિજ પર જવાના રસ્તા પાસે જ ખાનગી વાહનોમાં ગેરકાયદે થતી મુસાફરી, વારંવાર થતી બબાલો સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.


Share

Related posts

માતા પિતા ની લાડલી દિકરી ને ભણાવવી છે..જીવન માં કરવું છે ગણું બધું પણ તંત્ર નો સહકાર નથી- જાણોભરૂચ જીલ્લા ના વિકલાંગ જોષી દંપતી ને જે આજે લાચાર બન્યો છે તંત્ર ના પાપે…પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો જેથી તેઓને તંત્ર ની મદદ મળી શકે….!!!!!

ProudOfGujarat

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ મેળવ્યાં ગોલ્ડ મેડલ.

ProudOfGujarat

વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતિષ પટેલ (નિશાળિયા) ના ૬૦ મા જન્મ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!