Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકા સબ જેલમાં મોબાઇલ અને દુરસંચાર સાધનો પર પ્રતિબંધ : કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં

Share

અંકલેશ્વર તાલુકા સબ જેલમાં કેદીઓની સુરક્ષા, જેલની શિસ્ત અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેલ સંકુલમાં મોબાઇલ ફોન, સિમકાર્ડ તેમજ અન્ય દુરસંચાર ગેજેટ્સના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેલરશ્રી, અંકલેશ્વર તાલુકા સબ જેલ દ્વારા આ બાબતે સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે પણ જાહેરનામું બહાર પાડવા હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પાર્થ જયસ્વાલ, ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા ભારતિય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 163 હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરી આ હુકમ જાહેર કર્યો છે.

Advertisement

જાહેરનામા અનુસાર અંકલેશ્વર તાલુકા સબ જેલના પરિસરમાં કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન, સિમકાર્ડ અથવા અન્ય દુરસંચાર માધ્યમના ગેજેટ્સ સાથે પ્રવેશ કરી શકશે નહીં. જો કે ફરજ પર રહેલા અને સત્તાધિકૃત અધિકારીઓ/કર્મચારીઓને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.

હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 223 હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાહેરનામાના ઉલ્લંઘન બદલ ફરીયાદ નોંધાવવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચી કક્ષાના ન હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીને સત્તા અપાઈ છે.

આ અંગેનું જાહેરનામું ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.


Share

Related posts

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર પો.સ્ટે.નાં ચોરવાણા ગામ પાસેથી કિં. રૂ.૨૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!