Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 20મી 8-A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

Share

ભરૂચના કાળી તલાવડી સ્થિત ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ  દ્વારા આયોજિત 20મી 8-A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26 નો ભવ્ય શુભારંભ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ બે દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા યોજાનાર છે. ઉદ્ઘાટન સમારોહમાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે પ્રોજેક્ટ ચેરમેન રાહિલ પટેલ, અનીશ પરીખ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી, સેક્રેટરી અક્ષર મહેતા સહિત વિવિધ કોર્પોરેટ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રોટરી ક્લબ છેલ્લા 20 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કોઈને કોઈ ઉમદા સામાજિક હેતુ સાથે કરે છે. આ વર્ષે પણ ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનારી રકમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે વપરાશે.
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રોટરી ક્લબ દ્વારા જુના ભરૂચ શહેરની સાંકળી ગલીઓમાં સરળતાથી જઈ શકે તેવી વિશેષ “અંતિમ વાહિની” તૈયાર કરી તેને જનસેવામાં અર્પણ કરવાની યોજના છે. તેમણે આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા એસપી  અક્ષયરાજ મકવાણાએ રોટરીની સેવાકીય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લામાં રોડ સેફ્ટી અને અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટ વિસ્તારોમાં લોકઉપયોગી કામગીરી કરવા રોટરી આગળ આવે તેવી અપેક્ષા છે. સાથે જ તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
બે દિવસીય ટુર્નામેન્ટનો સમાપન સમારંભ 1લી માર્ચે યોજાશે, જેમાં વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા રોટરીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું જાણવા મળ્યું છે.

Share

Related posts

ભરૂચ જિલ્લામાં માર્કેટ યાર્ડનાં કર્મચારીઓ માંગણીઓ બાબતે આંદોલનનાં માર્ગે.

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરીષદનાં ૯૫ માં સ્થાપનાં દિવસ અંતર્ગત ભીંડાનાં પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : કલર કોટેડ પતરાની આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરીનો અંકલેશ્વર નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્કસ ખાતે પ્રારંભ થતાં પંથકમાં આનંદની લાગણી ફેલાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!