Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશનની એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો વચ્ચે એકતા, પરસ્પર સંકલન અને મિત્રતા મજબૂત બને તે હેતુથી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત દસમા વર્ષે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. તમામ મેચો 10-10 ઓવરની રમાડવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં રમતિયાળ ભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટના આયોજનમાં જીગર રાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પઢિયારનો મુખ્ય ફાળો રહ્યો હતો. જિલ્લાભરના અનેક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોએ ઉપસ્થિત રહી રમતનો આનંદ માણ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સ્પર્ધા દ્વારા સભ્યો વચ્ચે સ્નેહસભર સંબંધો વધુ ગાઢ બન્યા હોવાનો અભિપ્રાય આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

Related posts

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર.

ProudOfGujarat

અમદાવાદમાં બે સગી બહેન લવ જેહાદનો શિકાર બની, યુવતીએ વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું મોત નિપજયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!