Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ…

Share

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ પાસેથી વી ઇ સી એલ કેનાલ પસાર થાય છે જેમાં વડોદરાની કેમીકલ કંપનીઓના પ્રદુષિત પાણી વહે છે જે માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકર્તા છે.

પિલુદ્રા ગામનાં કહાનવા રોડ કેનાલ ચોકડી ગોકુળી વિસ્તારની આજુબાજુના ખેતરના ખેડૂતો ઘરવપરાશ તથા ખેતીના ઉપયોગ માટે પાણીનો બોર બનાવતા હોય છે પરંતુ તે બોરના પાણી લાલ કલરના નિકળતા આ વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણી કે ઘરવપરાશ ખેતીના કામે ઉપયોગમાં લઈ શકાતા નથી. જે અંગે ગ્રામજનોએ ૨૦૧૭ થી ગામમાં લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે છતાંય આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાલ પાણીને લઇ ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે તો ધરતીપુત્રો અને પીલુદ્રા સરપંચ બળવંતભાઇ રાઠોડ દ્વારા લાલ પાણીનાં પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી તંત્રને વિનંતી કરવામાં આવી છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર, જાણો કોના પત્તા કપાયા કોનો થયો સમાવેશ.

ProudOfGujarat

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!