Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની બિરલા કોપર પાસે અડધું રોડ પર પાર્ક કરેલાં ટેન્કરમાં ભટકાતાં બાઈક ચાલકનું મોત

Share

 

ટેન્કર ચાલકે કોઈ આડાશ કે સિગ્નલ નહીં મુકતાં રાત્રે ઘટના બની

Advertisement

।ભરૂચ !

વાગરા તાલુકાના લખીગામ ખાતે રહેતાં અને આરતી કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ મોહિતી એન્ટરપાઈઝમાં હેલ્પર તરીકે ફરજ બજાવતાં ગોવિંદકુમાર દિનેશ દાસ સાંજે સાડાપાંચ વાગ્યાના અરસામાં તેમની રૂમ પર સુઈ રહ્યો હતો. તે વેળાં તેમના કોન્ટ્રાકટમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો સંદેશ વિષ્ણુ વિશિષ્ટ ( હાલ રહે. દહેજ ચોકડી, મુળ રહે. આગરા યુપી)  તેમની રૂમ પર નવેક વાગ્યે આવ્યો હતો. તેમની હાજરીનું રજીસ્ટર લઈને તે પરત દહેજ જવા માટે રવાના થયો હતો. જે બાદ તેઓ પરત સુઈ ગયાં હતાં.

અરસામાં તેમના સાઈટ હેડએ તેમને દશેકવાગ્યે ફોન કરી જણાવ્યું હતું કે, બિરલા કોપર કંપની પાસે સંદેશનો અકસ્માત થયો છે. જેથી તેઓએ તુરંત સ્થળ પર દોડી જઈ તપાસ કરતાં બિરલા કોપર કંપનીના મેઈન ગેટથી ૬ નંબરના ગેટ વચ્ચે એક સિમેન્ટ બ્લ્યુકર ટેન્કરના ચાલકે તેનું ટેન્કર અડધુ રોડ પર પાર્ક કર્યું હતું. તેમજ તેની આગળ-પાછળ કોઈ આડશ કે સિગ્નલ રાખ્યું ન હતું. જેના કારણે બાઈક ચાલક સંદેશે ત્યાંથી પસાર થતાં સમયે અંધારામાં ટેન્કર નહીં દેખાતાં ટેન્કરની પાછળ ડ્રાઈવર સાઈટ પોતાની બાઈક અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જયારે બાઈકનો પર ખુરદો બોલી ગયો હતો. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ : પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક તરીકે આંબાવાડી પ્રાથમિક શિક્ષક શ્રી વિનોદભાઈ પ્રજાપતિની પસંદગી.

ProudOfGujarat

વડોદરામાં નશાનો કારોબારીઓ પર પોલીસની નજરમાં હવે ‘કોડીન’ નામનાં કફ સિરપથી નશો કરવાના નવા નશાના ઉપાયને નાથવા પોલીસે ”કોડીન” નામનું કફ શિરપ ડોકટરના લખાણ વગર વેચતા મેડિકલ સ્ટોર ઉપર તવાઈ બોલી રહી છે.

ProudOfGujarat

ભરૂચમાં કલેક્ટરના બંગલાના વાડામાંથી તસ્કરો ચંદનનું વૃક્ષ કાપી ફરાર થઈ ગયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!