Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવી વિરોધ

Share

ભરૂચ શહેરમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી મોંઘવારી અને ગેસ, પેટ્રોલ તેમજ ખાદ્ય તેલના ભાવવધારા સામે  પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રતિકાત્મક કાર્યક્રમ દ્વારા તેમણે રસોઈ ગેસના વધતા ભાવો અને સામાન્ય તેમજ મધ્યમવર્ગીય પરિવારો પર વધતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિ તડવીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવાર માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકારને તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચવા અને મોંઘવારી પર કાબૂ મેળવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી.
પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ચેતવણી આપી હતી કે જો મોંઘવારી ઘટાડવા માટે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસે પ્રદર્શન કરતી મહિલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

Share

Related posts

હૃદય રોગના હુમલાના પગલે ટ્રેનામા મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે ફોઈનાં દીકરાને મારવા ગયેલા ભત્રીજાએ ફોઈની હત્યા કરી નાંખતા પોલીસે તેને ઝડપી લીધો.

ProudOfGujarat

માંગરોળ : મંત્રી ગણપતભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!