Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નારાયણનગર-૨માં ૬ થી ૭ ફૂટ ઊંડા ખાડામાં પડેલું શ્વાનને સુરક્ષિત રીતે બચાવાયું

Share

ભરૂચ:
નારાયણનગર-૨ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ભાવસારનું પાલતુ શ્વાન અચાનક અંદાજે ૬ થી ૭ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી જતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગેનો કોલ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન્દ્ર શાહ સુધી પહોંચતા તેમણે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.
હિરેન્દ્ર શાહે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ મેળવી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સાવચેતીપૂર્વકના પ્રયાસો બાદ ખાડામાં પડેલા શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ શ્વાનને સંપૂર્ણ રીતે સલામત હાલતમાં તેના માલિક મેહુલભાઈ ભાવસારને સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં જીવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.

Share

Related posts

નેત્રંગમાં તેજગતિનાં પવનની સાથે ગુલાબી ઠંડીનો ચમકારો.

ProudOfGujarat

લ્યો બોલો, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીએ ચેકીંગ કરતા એક વ્યક્તિ પાસેથી દેશી દારૂની બેગ ભરેલ પોટલીઓ મળી આવી.

ProudOfGujarat

156 માંગરોલ વિધાનસભાના 263 બુથ ઉપર તમામ મતદાન સ્ટાફ રવાના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!