Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરમાં ફરી કેબલ ચોરી: વીજ કંપનીને સતત નુકસાન, તસ્કરોએ ₹1.32 લાખના કેબલ ઉડાવ્યા

Share

જંબુસર ટાઉનમાં વીજ કેબલ ચોરીના બનાવો ફરી એકવાર સામે આવતા વીજ વિભાગને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ ડાભા ચોકડીથી ગજેરા ગામ તરફ જતાં માર્ગ પર 41 ગાળાના કેબલો તસ્કરો કાપી લઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં વીજ પુરવઠા પર અસર પડી હતી.

આ બનાવ બાદ ફેબ્રુઆરી મહિનાના અંતમાં વીજ વિભાગ દ્વારા સમારકામ કરીને એગ્રીકલ્ચર લાઈન પર નવા કેબલો નાખવામાં આવ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં ફરી ચોરીની ઘટના બનતા ચિંતા વધવા પામી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, 11 કેએવી વાવલી ફીડરની હાઈ પ્રેશર વીજ લાઈનના 29 પોલ ઉપર લગાવેલા તારો કપાઈ ગયેલા જોવા મળ્યા હતા. તસ્કરો દ્વારા કુલ 3480 મીટર એલ્યુમિનિયમ વીજ કેબલ, જેની અંદાજિત કિંમત ₹1.32 લાખ છે, ચોરી કરી લેવામાં આવ્યા છે.

આ મામલે જુનિયર ઇજનેરે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરો સામે તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.


Share

Related posts

સાંસદ મનસુખભાઇ વસાવાનો ખુલ્લો પડકાર અમે આદિવાસીઓનાં અધિકાર માટે સરકાર સામે લડીશું

ProudOfGujarat

અંકલેશ્વર નગરમાં તસ્કરોનો તરખાટ… ગડખોલપાટિયા વિસ્તારમાં બે થી ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરી.એક ની ફરિયાદ નોંધાઇ…

ProudOfGujarat

વડોદરામાં જગન્નાથજીના રથનાં રંગકામ – સમારકામને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!