Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભેરસમ ગામે ભર બપોરે મોપેડમાં ભભૂકી આગ, ચાલકનો આબાદ બચાવ 

Share

પળવારમાં જ આખુ મોપેડ આગની લપેટમાં આવી ગયું
ભરૂચ :
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામે રવિવારે ભર બપોરે એક મોપેડમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ બનાવ એટલો ભયજનક હતો કે પળવારમાં જ મોપેડ આગની લપેટમાં આવી ગયું અને થોડા જ સમયમાં સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોપેડ ચલાવી રહેલો વ્યક્તિ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક મોપેડમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિને સમજી ચાલકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક વાહન રોકીને નીચે ઉતરી ગયો હતો. તેની સમયસુચકતાથી મોટો અકસ્માત ટળી ગયો હતો અને તે આબાદ બચી ગયો હતો. થોડી જ ક્ષણોમાં મોપેડમાં આગ ભભૂકી ઊઠી હતી અને જ્વાળાઓ ઊંચી ઉછળવા લાગી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે કોઈપણ પ્રકારની મદદ શક્ય બની નહોતી. લોકો માત્ર દૂરથી આગને નિહાળી રહ્યા હતા. આ ઘટનાના કારણે થોડો સમય માટે રસ્તા પર અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સદનસીબે, ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી, પરંતુ મોપેડ સંપૂર્ણપણે બળી જતા માલમિલ્કતનું નુકસાન થયું છે.પ્રાથમિક તપાસ મુજબ, મોપેડમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat

ભરૂચ નજીકના રાસાયણિક એકમો 70,000 હેક્ટર પરના વૃક્ષો સહિત ઊભા પાકનો નાશ કરી રહ્યા છે : 50,000 ખેડૂતો બેરોજગાર.

ProudOfGujarat

મહેમદાવાદના વાંઠવાળી પાસે ટ્રક પાછળ એસ.ટી બસ અથડાતા અકસ્માત, ૧૦ મુસાફરોને નાની-મોટી ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!