Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોંગ્રેસ શહેર પ્રમુખના વોર્ડમાં જ ઉમેદવારી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુરુવારે સાંજે યુવાનોનો જમાવડો

Share

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને  ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા હજી સુધી તેમના કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ના યુવાનોએ મોટી સંખ્યામાં શહેર પ્રમુખ અને વોર્ડ નંબર ૧ના કાઉન્સીલર સલીમ અમદાવાદીના ઘરે એકત્ર થઈ તેમને ટિકિટ મળે તેવી માંગ કરતાં રાજકારણ ભારે ગરમાયું હતું. nzdદરમિયાનમાં ગુરુવારે સાંજે કોંગ્રેસ કાર્યાલય પર પણ યુવાનોએ જમાવડો કરી પોતાની રજૂઆતો કરી હતી.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ટિકિટ વાચ્છુકો તેમના પક્ષના સક્ષમ હોદેદારો પાસે ટિકિટ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર ૧ના કાઉન્સિલર અને કોંગ્રેસ શહેર પ્રમુખ એવા સલીમ અમદાવાદીને ત્યાં રાત્રીના સમયે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ જતાં રાજકારણ ગરમાયુ છે. યુવાનોએ તેમની સાથે ચર્ચા કરી યુવાનોને ટિકિટ મળે તે માટેની રજૂઆત કરી હતી. યુવાનોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી તેમની અવગણના થઈ રહી છે. તેમજ પાર્ટીમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ પરંતં તેમ થતું નથી. યુવાનોએ આક્ષેપ કર્યો હતો.કે, સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર જ સ્થળ છોડી ભાગી ગયાં હતાં. રાત્રીના સમયે સર્જાયેલાં વિવાદના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકિય વર્તુળમાં ભારે ચર્ચા જામી હતી.
દરમિયાનમાં ગુરુવારે સાંજના સમયે પણ યુવાનોએ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. જોકે, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા કે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી કાર્યાલય પર હાજર ન હોવાથી યુવાનોનો મિજાજ ગરમાયો હતો. જોકે, પૂર્વ જિલ્લા પ્રમુખ અને સુરત જિલ્લા પ્રભારી પરીમલસિંહ રણાએ યુવાનોની રજૂઆતો સાંભળી તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો દ્વારા યુવાનોને યોગ્ય પ્રતિક્રિયા ન અપાતાં યુવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેની અસર આગામી ચૂંટણીમાં પડે તો નવાઇ નહી.

Share

Related posts

શહેરા તાલુકાનુ વાઘજીપુર ગામનુ તળાવ નવા નીરથી ભરાયું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં સારસા ગામે ઉમધરા ગરનાળા નજીક વારંવાર થતાં અકસ્માતો બાબતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું.

ProudOfGujarat

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા વિનામૂલ્યે કોવિડ-19 ની દવાઓનું વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!