Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ₹3.16 કરોડની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસની ઝડપી કાર્યવાહી: 6 આરોપી ઝડપાયા, ₹3.21 કરોડનો મુદ્દામાલ કબ્જે

Share

ભરૂચ

દહેજ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમમાં થયેલી કરોડોની ઘરફોડ ચોરીનો દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

Advertisement

માહિતી મુજબ, દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના અટાલી ગામની સીમમાં આવેલ V-લોજિસ્ટિક્સના વેરહાઉસમાં રાખવામાં આવેલ ગુજરાત ફ્લુઓરો કેમિકલ લિમિટેડ (GFL) કંપનીનો કિંમતી સામાન તા. 15 એપ્રિલની રાત્રિથી 16 એપ્રિલની સવારે વચ્ચે અજાણ્યા ઈસમોએ પાછળનો દરવાજો તોડી ચોરી કર્યો હતો. આ બનાવમાં એસ.એસ.ના મિકેનિકલ સીલ 21 નંગ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ તથા અન્ય સ્પેર પાર્ટ્સ મળી કુલ આશરે ₹3,16,83,000ની ચોરી કરવામાં આવી હતી.

બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ તથા મળેલી ચોક્કસ બાતમીના આધારે રહીયાદ ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી તપાસ કરતા તેમાં સવાર ચાર ઈસમો પાસેથી ચોરીના મિકેનિકલ સીલ મળી આવ્યા હતા.

પછીની પૂછપરછમાં આરોપીઓએ ચોરી કર્યાની કબૂલાત આપતા વધુ તપાસ હાથ ધરતાં રહીયાદ ચોકડી નજીકની એક દુકાનમાંથી બાકીનો મુદ્દામાલ તથા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ સાથે એક TVS બાઈક પણ કબ્જે કરી છે, જે અગાઉ ચોરી કરાયેલ હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા આરોપીઓમાં પંજાબ, રાજસ્થાન તેમજ સ્થાનિક વિસ્તારના ઈસમોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹3,21,68,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ, સ્પેર પાર્ટ્સ, બ્રેઝા કાર, બાઈક તથા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

તપાસ દરમ્યાન આરોપીઓએ દહેજ તથા ભરૂચ રૂરલ વિસ્તારમાં થયેલી અન્ય ચોરીના બનાવોમાં પણ સંડોવણી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ એક આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ઝાલા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે, જે દહેજ પોલીસ માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી નજીક આવેલ પ્રતિન ચોકડી પાસે ના બ્રિજ નીચે એક સ્કુલ બસ માં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો .

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં ગટરના દૂષિત પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!