Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ઃ આચાર સંહિતાના ભંગ અંગે ફરિયાદ માટે નોડલ અધિકારીની નિમણૂક

Share

ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જાળવવા તથા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.

આ સંદર્ભમાં જો કોઈ નાગરિકને SMS, સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ થતો જણાય અથવા ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો જોવા મળે, તો તે અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધીક્ષક ડો. એ.જે. સિસારા (એસ.સી./એસ.ટી. સેલ, ભરૂચ)ની નિમણૂક કરવામાં આવી છે. નાગરિકો તેમના મોબાઈલ નંબર 6359629540 પર સંપર્ક કરી શકે છે.

Advertisement

તે ઉપરાંત, કોઈપણ કટોકટી અથવા તાત્કાલિક સહાય માટે પોલીસ હેલ્પલાઇન 112, મહિલા હેલ્પલાઇન 181 તથા સાયબર ગુનાઓ માટે 1930 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સક્રિય સહભાગી બની આચાર સંહિતાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

ઝઘડિયાનાં ખારીયા ગામે છોકરી ભગાડી જવાની બાબતે બે પરિવારો બાખડયાં.

ProudOfGujarat

દશુ તો ગયો…અંકલેશ્વરના હજાત ગામના કુખ્યાત બુટલેગરનો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં સરસાડ ગામે પાંચ ખેડૂતોનાં ખેતરમાં સિંચાઈ સાધનોની તોડફોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!