Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ મતદાન કરી લોકશાહી પ્રત્યેનો સંદેશ આપ્યો

Share

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ

Advertisement

ભરૂચ :

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં આજે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
આ અવસરે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ લોકશાહીના પર્વમાં સહભાગી થઈ પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. તેઓ વહેલી સવારે બી.એચ. મોદી હાઈસ્કૂલ ખાતે આવેલા મતદાન મથક (રૂમ નં. 1) પર પહોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહી મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ તેમણે શાહીનું નિશાન દર્શાવી ગર્વ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ દરેક નાગરિકે પોતે મતદાન કરી પોતાના પાડોશી, મિત્રો અને સમાજને પણ મતદાન માટે પ્રેરિત કરી લોકશાહી મજબૂત બનાવવાની અપીલ કરી હતી.
કલેક્ટરશ્રીની આ પહેલથી મતદારોમાં સકારાત્મક સંદેશ ફેલાયો છે અને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ સહભાગી થવા પ્રેરણા મળી રહી છે.


Share

Related posts

વડોદરાના ખાનગી મોલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારત માતા અને દેશની અલગ અલગ વિભૂતિઓ દર્શાવતી રંગોળી તૈયાર કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાયરસની અસરના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : ગાર્ડનસિટીના ગરબા આયોજકો સવાણીબંધુઓ સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!