Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવા તવરા ગામના મતદારોમાં રોષ: 2 કિમી દૂર મતદાન મથક આપતા મુશ્કેલીઓ

Share

ભરૂચ :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નવા તવરા ગામના મતદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ગામમાં મતદાન મથક ઉપલબ્ધ હોવા છતાં વોર્ડ નં. 7ના 1100થી વધુ મતદારોને જુના તવરા ગામે સ્થિત પી.એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા મોકલાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Advertisement

મતદારોને અંદાજે 2 કિલોમીટરનું અંતર કાપીને મતદાન મથક સુધી પહોંચવું પડ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધ અને સિનિયર સિટીઝન માટે ભારે તકલીફ સર્જાઈ હતી. વધુમાં તંત્ર દ્વારા વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી ઘણા મતદારોને પગપાળા જ મતદાન મથક સુધી જવું પડ્યું હતું.

આ પરિસ્થિતિને લઈને ગામમાં અસંતોષ ફેલાયો હતો અને ગ્રામજનો એકત્ર થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી ગ્રામજનોએ મતદાન કર્યું હતું.

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગામ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની વિચારણા કરી શકે છે.


Share

Related posts

ભાગીને પ્રેમલગ્ન કરનાર યુગલ ગામમાં આવ્યું ને બન્ને પક્ષના લોકો સામસામે બાખડ્યાં

ProudOfGujarat

ભરૂચ-ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

ProudOfGujarat

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકારને કર્યો આ આદેશ, 9 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!