Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મતદાનના દિવસે દારૂનું કૌભાંડ: ત્રાલસા કોઠી ગામે વિદેશી દારૂની રેલમછેલ

Share

ભરૂચ :

ભરૂચ તાલુકામાં મતદાનની સવારે જ ત્રાલસા કોઠી ગામે વિદેશી દારૂની હેરાફેરીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગામના ખેતરમાં મોટા પ્રમાણમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાના આરોપો વચ્ચે સ્થાનિકોમાં હોબાળો મચી ગયો હતો.

Advertisement

માહિતી મુજબ બોલેરો પીકઅપ વાહન મારફતે દારૂ લાવવામાં આવી અન્ય વાહનોમાં, ખાસ કરીને ઈકો જેવી કારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. સ્થળ પરથી મોટા જથ્થામાં દારૂનું કટીંગ થતું હોવાના વિડિયો પણ સામે આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ચાલતી આ ગતિવિધિ ઝડપી પાડી હતી, જેના પગલે મામલો ગરમાયો હતો. મતદાનના દિવસે જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવતા ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉઠ્યા છે.

પ્રાથમિક અહેવાલ મુજબ, ઘટનાના વિડિયો વાયરલ ન થાય તે માટે વીડિયો બનાવનારાઓના મોબાઈલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

હાલ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે અને સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.


Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ નેશનલ હાઇવે 48 પરથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે. 

ProudOfGujarat

ભરૂચ : પેટ્રોલ પંપ વિસ્તારમાં ઊભા રહેલ વાહનોમાંથી ઈંધણ ચોરી કરતી ટોળકી સી.સી.ટી.વી. કેમેરામાં કેદ.

ProudOfGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!