Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં NMEO-ઓઇલસીડ યોજના હેઠળ VCP તરીકે જોડાવા અરજીઓ મંગાવાઈ

Share

ભરૂચ: કેન્દ્ર સરકાર પ્રાયોજિત NMEO-ઓઇલસીડ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભરૂચ જિલ્લામાં વેલ્યુ ચેઈન પાર્ટનર (VCP) તરીકે કામગીરી કરવા ઇચ્છુક સહકારી સંસ્થાઓ અને FPO (Farmer Producer Organization) પાસેથી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.

આ યોજના હેઠળ જોડાવા ઇચ્છુક સંસ્થાઓએ નિર્ધારિત પાત્રતા મુજબ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. જેમાં કંપની એક્ટ અથવા કોઓપરેટિવ એક્ટ હેઠળની નોંધણીનું પ્રમાણપત્ર, અગાઉની કામગીરીના અનુભવના પુરાવા તેમજ સંસ્થામાં નોંધાયેલા ખેડૂતોની યાદી રજૂ કરવાની રહેશે.

Advertisement

તે ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક ટર્નઓવર, ખેડૂતો દ્વારા રોકાયેલ ઇક્વિટી મૂડી અને સરકાર તરફથી પ્રાપ્ત થયેલી ઇક્વિટી ગ્રાન્ટની વિગતો પણ અરજી સાથે જોડવાની રહેશે.

ઉમેદવાર સંસ્થાએ ભરૂચ જિલ્લાના તાલુકાવાર ડીલર અથવા વિતરણ કેન્દ્રોના બિયારણ, જંતુનાશક દવા અને ખાતરના માન્ય પરવાનાની નકલો રજૂ કરવી ફરજિયાત રહેશે. સાથે તાલુકાવાર જવાબદાર અધિકારી અથવા કર્મચારીના નામ અને સંપર્ક વિગતો પણ આપવાની રહેશે.

VCP તરીકે નોંધણી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૦૯ મે, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ભરૂચનો સંપર્ક કરવા જણાવાયું છે.


Share

Related posts

રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા બે દુધવાળાને પોલીસે માસ્ક વગર રંગે હાથે પકડયા.

ProudOfGujarat

ઇ-એફ.આઇ.આર. પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અપાઈ તાલીમ.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીના બાઈસેપ્સ જોઈને તમે પણ વર્કઆઉટ કરવા પ્રેરાશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!