Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દાળમીલની ઓફિસે આવી કાકાના પરિવારે દંપતિને ધમકાવતાં પોલીસ ફરિયાદ

Share

વાગરાની તિરુપતિ દાળમીલ ખાતે બનેલી ઘટના, ૪ સામે ગુનો નોંધાઈ

। ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતાં કિરણ સુરેશચંદ્ર પટેલ વાગરા ખાતે તિરુપતિ દાળમીલ કંપની ચલાવે છે. શુક્રવારે તેઓ તેમની પત્ની સાથે કંપની પર ગયાં હતાં.કિરણ પટેલ તેમની ઓફિસમાં બેઠા હતાં તે વેળાં દશેકવાગ્યાના અરસામાં કોઠિયા ગામે રહેતાં તેમના કાકા હિરાભાઈ નટવર પટેલ તેમજ કાકી રમીલા હીરાભાઈ પટેલ તેમની ઓફિસમાં આવ્યાં હતાં. તેમજ કિરણ પટેલની ગાડીની ચાવી લઈ લીધી હતી.

જેથી કિરણ પટેલે તેમને જણાવ્યું હતું કે, બપોરના સમયે મારી માતાને દવાખાતે લઈ જવાનું છે તેમ જણાવતાં તેમના કાકા અને કાકીએ કંપનીમાં જ કસ્ટમરોની સામે જ તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. જે બાદ હિરાભાઈ તેમની કાર કંપનીની બહાર મુકી આવ્યાં હતાં અને તેમના પુત્ર ભાવીન તથા પુત્રી નમતાને બોલાવતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ભાવીને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેમજ તેમની ઓફિસમાં જઈ ખુરશી પર બેસી જઈ આજે તો તને મારી નાંખીશું, તારા ટાંટીયા ભાંગી નાખીશુ તેવી ધમકીઓ આપી આ દાળમીલમાં અમારો ભાગ લઈને જ રહીશું તેમ કહીં ધમકાવતાં તેઓ ગભરાઈ ગયાં હતાં. તેમણે કંપનીના કાગળો લઈ પોલીસ સ્ટેશને પહોંચી તમામ હકિકતથી વાકેફ કરી મામલામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

પાલેજ નગરમાં મકરસંક્રાંતિ પર્વની તડામાર તૈયારીઓ શરૂ…

ProudOfGujarat

સુરત : ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં ભેદી બ્લાસ્ટ, પત્ની-પુત્રને ઇજા, સિલિંગ-દીવાલો તૂટી, ઠેર-ઠેર તિરાડ પડી

ProudOfGujarat

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!