Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા ગયેલાં યુવાનને પેટ્રોલ નહીં પુરી આપતાં ધિંગાણું

Share

ભરૂચના નિકોરા ગામે સિંધોત રોડ પર શ્રી સાંઈ પેટ્રોલપંપ ખાતેનો બનાવ

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકાના નિકોરા ગામે રહેતાં અમિત અશોક પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ રાત્રીના સમયે તેમની બાઈકમાં પેટ્રોલ પુરુ થઈ ગયું હોવાથી તેમના ગામના રોડ પર આવેલાં પેટ્રોલપંપ પર રાત્રીના પોણાબાર વાગ્યે પેટ્રોલ પુરવા ગયાં હતાં. દરમિયાનમાં પંપ પર કામ કરતાં ધર્મેન્દ્રસિંહ પેટ્રોલપંપ પાસે સુતા હોઈ તેમણે તેમને ઊંઘમાંથી જગાડી પેટ્રોલ પુરવા કહેતાં તેણે પેટ્રોલ પુરુ થઈ ગયું સવારે આવતો તેમ કહેતાં અમિત પટેલે તેમને મારે સવારે વહેલું નોકરીએ જવાનું છે. એટલે પેટ્રોલ ભરી આપો તેમ કહેતાં ધર્મેન્દ્રસિંહે ઉશ્કેરાઈ જઈ તેમને તમાચા મારી દીધા હતાં. જેથી અમિતે તેના ફળિયામાં રહેતાં નિતીન ઉર્ફે નિરવ ઠાકોર પટેલને ફોન કરી બોોલવતાં તે ત્યાં આવી ગયો હતો. તેણે ધર્મેન્દ્રસિંહને તું કેમ અમિત સાથે ઝઘડો કરે છે. તે કહેતાં ધર્મેન્દ્રસિંહે બન્ને સાથે ઝથડો કરી નજીકમાં પડેલાં પેવર બ્લોક લઈ તેમને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં ધર્મેન્દ્રસિંહની પત્ની રીનાકુમારીએ દોડી આવી તેમણે પણ ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવને પગલે તેમણે ધર્મેન્દ્રસિંહ લાલસિંગ રાવત તેમજ તેમની પત્ની રીના કુમારી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

બનાવને પગલે ધર્મેન્દ્રસિંગ લાલસિંગ રાવને ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે તે તેમના પેટ્રોલ પંપ પાસે બહાર સુઈ ગયો હતો. તે વેળાં તેમની પત્ની તેમજ છોકરો રુમમાં સુઈ ગયાં હતાં. અરસામાં નિકોરના અમિત પટેલ બાઈક લઈને પેટ્રોલ ભરવા આવતાં તેમણે તેમને પેટ્રોલ નથી તેમ કહેતાં તેણે ઉશ્કેરાઈ અપશબ્દો બોલી ફોન કરી તેમના મિત્ર નિરવ પટેલને બોલાવ્યાં હતાં. જે બાદ તેઓએ બન્નેએ મળી તેમને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. નજીકમાં પડેલી લોખંડની પાઈપથી તેમને પત્નીના માથામાં મારી ઈજાઓ કરી હતી. બનાવને પગલે તેમણે અમિત પટેલ તેમજ નિરવ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ વાલીયાના વટારીયા ગામે કોરોનામાં મૃત પામેલ પરિવારોને મળી સાંત્વના પાઠવી

ProudOfGujarat

સ્વામિનારાયણ ગુરૂકુળ વિસાવદર તેમજ આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ દ્વારા આયોજિત વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તેમજ S.S.C, H.S.C. વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

દહેજથી ટેન્કરમાં લઈ જવાતું કેમિકલ વાલ્વ ખુલ્લો રાખી રસ્તા પર ઢોળનાર શખ્સ સામે ફરિયાદ : વાગરા પોલીસે ટેન્કર જપ્ત કર્યું : ટેન્કર દહેજની ગુજરાત ફલોરો કેમિકલ કંપનીમાંથી કેમિકલભરી મહેસાણા જઈ રહ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!