Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ જીઆઈડીસીની ટોયોઈન્ક કંપનીમાંથી ૧.૮૫ લાખથી મત્તાનો સામાન ચોરાયો

Share

પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરુ મેળવવાના પ્રયાસ શરુ કર્યા

ભરૂચ.

Advertisement

ભરૂચના શેરપુરા રોડ પર આવેલી રાજમંદિર સોસાયટી ખાતે રહેતાં હિતકુમાર શ્યામબિહારી વજવાશી દહેજ બાયપાસ રોડ પર આવેલા શિલ્પી સ્કવેર કોમ્પલેક્ષની ઈનોવિઝન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી.માં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલી ટોયોઈન્ક ઈન્ડિયા પ્રા.લી. જોલવા તેમજ માને ઈન્ડીયા પા. લી. તેમજ આલ્કાઈન એમાઈન્સ કેમિકલ લી. કંપનીમાં બિલ્ડીંગનું સ્ટ્રક્ચર ઉભું કરવા માટેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે.

૨૦૨૫ના માર્ચ મહિનામાં તેમની ઈનોવિઝન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી. કંપની દ્વારા ટોયોઈન્ક ઈન્ડિયા પા. લી. જોલવા ખાતે બિલ્ડીંગ સ્ટ્રક્ચર ઉભું કરી તમાં કંપનીની માંગણી મુજબ ઈલેક્ટ્રિક કેબલ લગાવી ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવાના તેમજ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. જે માટે ૨૦ ડિસેમ્બર ૨૦૨૫માં અલગ અલગ સાઈઝના ઈલેક્ટ્રિક કેબલો ખરીદી કર્યા હતાં. જે ટોયોઈન્ક કંપનીની અંદર મટિરીયલ ગેટ નં. ૨ પાસે ખુલ્લી જગ્યામાં મુક્યાં હતાં. દરમિયાનમાં બેદિવસ પહેલાં તેમના સ્ટોર ઈન્ચાર્જ રાજેશ દાસે તેમને જાણ કરી હતી કે, ટોયોઈન્ક કંપનીમાં મુકેલો કુલ ૧.૮૫ લાખની મત્તાનો સામાન સ્થળ પર દેખાતો નથી. જેથી તેમણે સ્થળ તપાસ કરતાં ગત ૨૦મી ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦મી મે ૨૦૨૪ સુધીના ગાળામાં કોઈ અજાણ્યા ચોરોએ તેમના સામાનની ચોરી કરી ગયાંનું માલુમ પ્તાં તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરું મળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

અરેઠના કેવડિયા ખાતે જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ :  એક વર્ષમાં નોંધાયેલા 90 ગુનાઓમાં પકડાયેલી 1.94 લાખથી વધુ બોટલોનો કાયદેસર નિકાલ : રૂ. 3.38 કરોડના મુદ્દામાલનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો નાશ

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સેવાસદન ખાતે લીંબડી ધારાસભ્યના અધ્યક્ષસ્થાને 75 માં સ્વાતંત્ર્ય દિવસ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!