ભરૂચ :
વધતી ઉંમરે શરીરમાં થતા અસહ્ય દુખાવા અને લોહીના અપૂર્ણ પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન)ની સમસ્યાથી પીડાતા લોકો માટે ભરૂચમાં વિશેષ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ગાયત્રીનગર સ્થિત સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ‘કોમ્પેનીયો વેલનેસ સેન્ટર’ દ્વારા ચાર દિવસીય ‘કોમ્પેનીયો થેરાપી કેમ્પ’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
તા. 16 શનિવારથી તા. 19 મંગળવાર સુધી યોજાનારા આ કેમ્પમાં ડૉક્ટર દ્વારા પ્રમાણિત અને તબીબી રીતે પુરવાર થયેલી આધુનિક થેરાપીનો લાઈવ ડેમો પરેશ સોની અને ધર્મેશ રાણા દ્વારા સંપૂર્ણ મફત આપવામાં આવી રહ્યો છે. આ થેરાપી દવા, ઓપરેશન કે આડઅસર વગર બ્લડ સર્ક્યુલેશન સુધારી શરીરની વિવિધ તકલીફોમાં રાહત આપવા માટે જાણીતી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
કેમ્પમાં ખાસ કરીને વેરીકોઝ વેઈન્સ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સાયટીકા, સંધિવા, પેરાલિસીસ, ગોઠણ-કમર અને મણકાના દુખાવા, પગમાં સોજા, નસ દબાવાની સમસ્યા તેમજ પગની ખાલી ચડવી જેવી તકલીફોથી પીડાતા દર્દીઓને માર્ગદર્શન અને થેરાપી આપવામાં આવશે. થેરાપીના માધ્યમથી સ્નાયુઓની જડતા અને ખેંચાણ દૂર કરી ત્વરિત રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આયોજકોના જણાવ્યા અનુસાર કોમ્પેનીયો પ્રોડક્ટ્સ ‘મિનિસ્ટ્રી ઓફ આયુષ’ તથા ISO પ્રમાણિત હોવાથી સંપૂર્ણ સુરક્ષિત છે. સાથે જ અગાઉ ડાયાબિટીસ, થાઈરોઈડ, વેરીકોઝ વેઈન્સ અને વર્ષો જૂના મણકાના દુખાવાથી પીડાતા અનેક લોકોને આ થેરાપીથી સારા પરિણામો મળ્યા હોવાનું દાવો કરવામાં આવ્યો છે.
ભરૂચ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને આ ચાર દિવસીય મફત થેરાપી કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેમ્પ અંગે વધુ માહિતી માટે કોમ્પેનીયો વેલનેસ સેન્ટર, શોપ નં. 11, સ્ટેટસ હબ, ફલશ્રુતિ નગર, સ્ટેશન રોડ, ભરૂચનો સંપર્ક કરવા જણાવાયું છે.
