Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ-ભરૂચ રોડ પર કેલોદ નજીક ટેન્કરમાં ભીષણ આગ, ટેન્કર બળી ખાખ : રસ્તા પર પસાર થતાં વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ-ભરૂચ રોડ ઉપર આવેલા કેલોદ ગામ નજીક આજે એક ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાધડ ભભૂકી ઊઠેલી આગના કારણે રસ્તા પર પસાર થતાં વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ-ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાયવર અને કંડક્ટરે સમયસર ટેન્કરમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ ઘટનાને પગલે આમોદ-ભરૂચ માર્ગ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અને સ્થાનિક લોકોએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.


Share

Related posts

માંગ૨ોળ ઉમ૨૫ાડાના મુખ્ય માર્ગોના નવીનીક૨ણ માટે રાજ્ય સરકારે રૂા.૨૦ ક૨ોડ મંજૂર કર્યા.

ProudOfGujarat

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ProudOfGujarat

ભરૂચનાં વાલિયામાંથી માટી ચોરી કૌભાંડ ઝડપી પાડતા ખાણ ખનીજનાં અધિકારી રાજપરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!