Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની સમસાલ પટેલે યુકેમાં પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Share

ભરૂચ શહેરમાં આવેલી આરએસ ફિટનેસમાં કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શનમાં તૈયારી કરી હતી

। ભરૂચ ।

Advertisement

ભરૂચમાં આવેલાં આરએસ ફિટનેસમાં છેલ્લા પાંચ વર્ષથી કોચ હર્ષિલ પાસે પાવરલિફ્ટીંગ માટે માર્ગદર્શન અને ટ્રેનિંગ લઈ રહેલી સમસાલ પટેલે યુકેમાં ભરૂચનો ડંકો વગાડયો છે. યુકેના નોટિંગહામમાં યોજાયેલાં વર્લ્ડકપમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

ભરૂચની સમસાલ પટેલે યુકેના નોટિંગહામમાં યોજાયેલી વર્લ્ડ રો પાવરલિફ્ટીંગ ફેડરેશન યુકે વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સમસાલ પટેલે યુકેની ધરતી પર ભારત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. સમસલ પટેલ છેલ્લા પાંચ વર્ષથી ભરૂચના આરએસ ફિટનેસમાં કોચ હર્ષિલ પટેલ પાસે પાવરલિફ્ટીંગ માટે માર્ગદર્શન તેમજ ટ્રેનિંગ લે છે. તેણે જિલ્લા અને રાજ્ય સહિત રાષ્ટ્રીય કક્ષાએ પણ ઘણા મેડલ મેળવ્યાં છે. સતત મહેનત, શિસ્ત તેમજ યોગ્ય કોચિંગના કારણે તેણે વિશ્વસ્તરીય સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચ જિલ્લાના યુવાનોને પ્રેરણાદાયીની બની છે.


Share

Related posts

માતૃ શક્તિ ને પ્રણામ આજ રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…  

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન રોકવા મુખ્યમંત્રીને સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

છોટાઉદેપુર : તેજગઢથી ઝોઝ સુધીનાં ૧૨ કિલોમીટર જેટલા રસ્તામાં ખાડા પડી જવાથી તંત્ર સમારકામ કરાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!