Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૨૦ મેના રોજ દેશવ્યાપી મેડિકલ સ્ટોર બંધ : ભરૂચ જિલ્લામાં લોકોને જરૂરી દવાઓ અગાઉથી ખરીદી લેવા અપીલ

Share

 

ભરૂચ : ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા ૨૦ મેના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર દેશમાં તમામ નાની-મોટી હોલસેલ તેમજ રિટેલ મેડિકલ સ્ટોર ૨૪ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંધને ગુજરાતના અંદાજિત ૩૫ હજાર સહિત દેશભરના આશરે ૧૨.૪ લાખ કેમિસ્ટોનું સમર્થન મળ્યું હોવાનું જણાવાયું છે.

Advertisement

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પણ આ હડતાળને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. એસોસિએશનના પ્રમુખ ભરત શાહે ભરૂચ જિલ્લાના નાગરિકોને આગોતરી સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ સહિતની નિયમિત દવાઓ લેતા દર્દીઓને ૨૦ મે પહેલાં જ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ખરીદી લેવા સૂચના આપવામાં આવી છે જેથી કોઈ અગવડતા ન પડે.

આંદોલન પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર થતું દવાઓનું વેચાણ, એન્ટીબાયોટિક્સનો દુરુપયોગ, ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ નીતિઓ અને ડુપ્લિકેટ દવાઓના વધતા જોખમને ગણાવવામાં આવ્યું છે. કેમિસ્ટ સંગઠનોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ઈ-ફાર્મસીના વધતા પ્રભાવને કારણે સ્થાનિક ફાર્મસીઓના અસ્તિત્વ સામે ગંભીર પડકાર ઉભો થયો છે.

કેમિસ્ટ સંગઠનોએ જણાવ્યું હતું કે આ હડતાળનો હેતુ દર્દીઓની સુરક્ષા, નિયમિત દવા વ્યવસ્થામાં પારદર્શિતા અને સ્થાનિક મેડિકલ સ્ટોરના હિતોની રક્ષા કરવાનો છે. સાથે જ લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સમયસર જરૂરી દવાઓ ખરીદી લેવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

करिश्मा कपूर “मेंटलहूड” में अपने शानदार प्रदर्शन के लिए बटोर रही है खूब वाहवाही!

ProudOfGujarat

વલસાડ શહેરમાં રહેતાં પરપ્રાંતિય લોકોના વિસ્‍તારોમાં પોલીસનું પેટ્રોલીંગઃ શાંતિ જાળવી રાખવા અપીલ કોઇને પણ અસલામતિનો અનુભવ થાય તો તુર્ત જ પોલીસને જાણ કરવા સમજાવાયા

ProudOfGujarat

નર્મદા નદી પર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ચર્ચામાં : ભરૂચ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વહેલી તકે લોકાર્પણ કરવા સરકારને આપી ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!