Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પોલીસનો નવતર પ્રયોગ : હવે દરેક રિક્ષાને મળશે યુનિક નંબર : ગુનાખોરી અટકાવવા અને મુસાફરોની સુરક્ષા માટે પોલીસ વિભાગની વિશેષ પહેલ

Share

 

અંકલેશ્વર શહેરમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હવે શહેરની દરેક રિક્ષાને યુનિક નંબર આપવામાં આવશે, જેના આધારે પોલીસ રિક્ષા અને તેના ડ્રાઈવરની ઝડપથી અને સચોટ ઓળખ કરી શકશે.

Advertisement

નવી વ્યવસ્થા મુજબ, દરેક રિક્ષા પર મોટા અક્ષરે એક વિશેષ યુનિક નંબરનું સ્ટીકર લગાવવામાં આવશે. આ નંબરના આધારે સંબંધિત પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવશે. જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની માહિતી તેમજ જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ભાડુઆત ડ્રાઈવરનું ઓળખકાર્ડ અને મોબાઈલ નંબર સહિતનો સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે ઉપલબ્ધ રહેશે.

તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસ દ્વારા મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં ફરતી ભાવનગરની ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. આ બનાવ બાદ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ રિક્ષાઓના માધ્યમથી થતા ગુનાઓને રોકવા માટે આ વિશેષ પહેલ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રિક્ષાઓને યુનિક નંબર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ પહેલની શરૂઆત શહેરના એ-ડિવિઝન પોલીસ મથકથી કરવામાં આવી છે. આગામી સમયમાં ડિવિઝન હેઠળ આવતા અન્ય પોલીસ મથકોમાં પણ આ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે.

પોલીસ દ્વારા રિક્ષાઓ પર લગાવવામાં આવતા યુનિક નંબરના સ્ટીકરો મોટા અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે, જેથી સામાન્ય નાગરિકો પણ સરળતાથી નંબર જોઈ શકે અને જરૂર પડે ત્યારે પોલીસને માહિતી આપી શકે. આ પહેલથી શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ : કોરોનાનાં કારણે વર્ષો જૂની નાતાલની પરંપરા તૂટી…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના પારસીવાડ વિસ્તાર માં પાર્ક કરેલ કાર ના ચાર ટાયર ની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરાતા ભારે ખળભળાટ મચ્યો છે……

ProudOfGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!