Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની વરણી : 29 મત સાથે પ્રમુખ પદ કબ્જે કર્યું, કોંગ્રેસને માત્ર 10 મત

Share

ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ તરીકે તેમજ રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મનીષા મનાણી અને હરીશ અગ્રવાલની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.
પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવા જ્યારે કોંગ્રેસ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન દરમિયાન કુલ 39 મત પડ્યા હતા, જેમાં દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મતથી સંતોષ માનવો પડ્યો હતો. સ્પષ્ટ બહુમતી સાથે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા.
તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપની રચિતા મોદીની પણ વરણી કરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ  ‘ભારત માતા કી જય’ તેમજ ‘ભાજપ જિંદાબાદ’ના નારા લગાવી ઉજવણી કરી હતી.
નવી ટીમ સામે હવે શહેરના વિકાસના અનેક પડકારો રહેશે. ખાસ કરીને શહેરની સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, માર્ગોની સમસ્યા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ તેમજ ટ્રાફિક જેવી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે લોકો નવી બોડી પાસેથી આશા રાખી રહ્યા છે. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ મળે અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ વધુ સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે નવી ચૂંટાયેલી ટીમ કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share

Related posts

અમદાવાદ જીલ્લાની સાણંદ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ભક્તો નર્મદા સ્નાન કરવા માટે ઉમટયા

ProudOfGujarat

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિધાર્થીઓએ હર ઘર તિરંગા અને મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત રેલી યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!