Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કબીરવડ ખાતે મામા-ભાણેજનું ડુબી જતા લાપતાં, લાશ્કરોની ટીમ મૃતદેહ શોધવામાં જોતરાઈ : મોડી સાંજે મામાનો મૃતદેહ મળ્યો

Share

 

શહેરના નર્મદા માર્કેટ પાછળ સોન તલાવડી વિસ્તારના રહેવાસી હોવાની પ્રાથમિક વિગત

Advertisement

ભરૂચ

ભરૂચના પ્રખ્યાત પ્રવાસન એવા કબીરવડ ખાતે ઉનાળાની સિઝનમાં પર્યટકોનો ઘસારો રહેતો હોય છે. તેમાંય પરશોત્તમ મહિનાને લઈને ધાર્મિક લોકો નર્મદા સ્નાન માટે ઉમટી પડતાં હોય છે. દરમિયાનમાં ભરૂચ શહેરના નર્મદા માર્કેટ વિસ્તારમાં આવેલી સોન તલાવડી વિસ્તારમાં રહેતો વાઘેલા પરિવાર કબીરવડ કરવા માટે ગયો હતો. નાવડીથી નર્મદા નદીને ઓળંગીને સામે પાર ગયાં બાદ પરિવારજનોએ નર્મદા કિનારે રસ્નાન કરવાનું નક્કી કરતાં તેઓ નદી કિનારે સ્નાન કરવા પાણીમાં ઉતયાં હતાં. જોકે, મંગળવારે નર્મદા નદીમાં બપોરના સમયે ભરતીના પાણી આવતાં નદીનું સ્તર ધીમેધીમે ઊંચું આવવા લાગ્યું હતું.

દરમિયાનમાં એક સાત વર્ષનો રાજ રાજેશ વાઘેલા નામનો બાળક -ન્હાતા ન્હાતા પાણીમાં અચાનક ડુબવા લાગ્યો હતો. તેણે બચાવો બચાવોની બુમરાણ કરી હતી. દરમિયાનમાં ત્યાં નજીક જ તેના મામા અમિત લાબા વાઘેલા (ઉ.વ.૨૦) ઉભા હોઈ તેમણે તેમના ભાણેજને ડુબતાં

જોઈ તેઓ ગભરાઈ ગયાં હતાં. અને તેઓએ તુરંત પાણીમાં ભુસકો મારી તેને બચાવવા પ્રયાસ કરતાં તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. નદી કિનારે હાજર પરિવારજનોના આકંદથી આખુ વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાને પગલે તુરંત ભરૂચના લાશ્કરોને જાણ કરવામાં આવતાં ભરૂચ નગરપાલીકાના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. લાશ્કરોએ બે નાવડીમાં બેસી જાળી, સહિતના સામાનથી બન્નેના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

ખેડા જિલ્લાની મહિલાઓએ કર્યું ઉત્સાહપૂર્ણ મતદાન

ProudOfGujarat

ભરૂચ શહેરમાં સ્ટેશન સર્કલ પાસેથી શંકાસ્પદ મોબાઇલો સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સિક્યુરિટીની યુનિટીઃ PMની છ કારનો કાફલો ટ્રેનમાં વડોદરા આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!