Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ખાતે જનગણના-૨૦૨૭ માટે ગણતરીદારો અને સુપરવાઈઝરોને તાલીમ અપાઈ : ડિજિટલ જનગણનાની પૂર્વ તૈયારી અંતર્ગત મોબાઈલ એપ અને સ્વ-ગણના પ્રક્રિયા અંગે માર્ગદર્શન

Share

 

ભરૂચ – ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી ડિજિટલ જનગણના-૨૦૨૭ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના ઓડિટોરિયમ હોલ, ભોલાવ ખાતે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. “ભારતની જનગણના – જનગણના: ૨૦૨૭નો પરિચય” વિષયક આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નિયુક્ત ગણતરીદારો અને સુપરવાઈઝરોને સઘન તાલીમ આપવામાં આવી હતી.

Advertisement

આ તાલીમ કાર્યક્રમનું આયોજન ચાર્જ ઓફિસર અને મામલતદાર (ભરૂચ ગ્રામ્ય), ચાર્જ ઓફિસર અને ચીફ ઓફિસર (ભરૂચ નગરપાલિકા) તેમજ ચાર્જ ઓફિસર અને ચીફ ઓફિસર (ભરૂચ INA) ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓને જનગણનાની કામગીરી વધુ સુચારુ, ઝડપી અને સચોટ રીતે પૂર્ણ થાય તે માટેના વિવિધ તાંત્રિક પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વખતે જનગણનાની સમગ્ર પ્રક્રિયામાં ડિજિટલ માધ્યમો અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ થનાર હોવાથી તેની પ્રાયોગિક સમજ પણ પૂરી પાડવામાં આવી હતી, જેથી ફિલ્ડ વર્ક દરમિયાન કોઈ મુશ્કેલી ઉભી ન થાય.

ઉલ્લેખનીય છે કે ભારતની વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત નાગરિકોને વધુ સરળ અને સુવિધાજનક રીતે માહિતી નોંધાવવાની સુવિધા આપવા “સ્વ-ગણના” (Self Enumeration) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લાના નાગરિકો તા. ૧૭ મે ૨૦૨૬થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન પોતાના મોબાઈલ, ટેબલેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન માધ્યમથી પરિવારની વિગતો સ્વયં નોંધાવી શકશે.

નાગરિકોએ સ્વ-ગણના માટે સત્તાવાર વેબસાઇટ se.census.gov.in પર જઈ પોતાની વિગતો ભરવાની રહેશે. કોઈપણ પ્રશ્ન કે માર્ગદર્શન માટે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

સ્વ-ગણના પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક Self Enumeration ID જનરેટ થશે, જેને સાચવી રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ તા. ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ઘરયાદી ગણતરી માટે સરકારી ગણતરીદાર ઘરે મુલાકાત લે ત્યારે આ Self ID શેર કરવાની રહેશે.

ભરૂચ જિલ્લામાં સમગ્ર પ્રક્રિયાના અસરકારક અમલીકરણ માટે ૧૮ ચાર્જ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.


Share

Related posts

સુરત : સંતોષ બની ગયો અબ્દુલ્લાહ : ધર્મ પરિવર્તનનો આંખ ખોલતો કિસ્સો.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડામાં પરણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતાએ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રજા ની સુખાકારી અને શાંતિ માટે નવી પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!