Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખાખીની સંવેદનશીલતા: અબોલ પક્ષીઓ માટે ઉમરપાડા પોલીસ બન્યું આશ્રયસ્થાન

Share

વાંકલ :: રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થાનું પ્રતિક નથી, પરંતુ સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું પણ પ્રતિબિંબ બની શકે છે, તે ઉમરપાડા પોલીસે સાબિત કરી બતાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પક્ષીઓ બચાવવાની અપીલને સાર્થક કરતા ઉમરપાડા પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા વૃક્ષો તેમજ ઓફિસની દીવાલો પર અબોલ પક્ષીઓ માટે લાકડાના માળા (ચકલીઘર) અને પાણીના કુંડા મુકવામાં આવ્યા છે. ઉનાળાની આકરા તાપમાં પાણી અને આશ્રય માટે ભટકતા પક્ષીઓને અહીં સુરક્ષિત ઠેકાણું મળી રહ્યું છે.

Advertisement

પોલીસ જવાનો પોતાની નિયમિત ફરજની સાથે-સાથે દરરોજ આ કુંડાઓમાં સ્વચ્છ પાણી ભરીને જીવદયાની ભાવના પણ જીવંત રાખી રહ્યા છે. પરિણામે, પોલીસ સ્ટેશન પરિસરમાં હવે વિવિધ પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો છે, જે સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દે છે.

પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો અને સ્થાનિક નાગરિકો ખાખી વર્દીધારીઓનું આ અનોખું અને લાગણીસભર રૂપ જોઈને પ્રભાવિત થયા છે. સોશિયલ મીડિયા પર પણ ઉમરપાડા પોલીસ સ્ટેશનની આ પહેલના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો દિલથી આ કામગીરીને બિરદાવી રહ્યા છે.

“ફરજની સાથે માનવતા”ના સંદેશ સાથે ઉમરપાડા પોલીસની આ પહેલ અન્ય સરકારી કચેરીઓ અને સામાન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બની છે.


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

વડોદરા : ગુજરાત સરકાર હસ્તકની શાળા – કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી મુકવા મૂળનિવાસી એકતા મંચની માંગ.

ProudOfGujarat

પ્રાન્તવાદ, જાતિવાદને આપો તિલાંજલી, આપણા સૌની એક જ ઓળખ છે ભારતીય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!