Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરુચમાં બ્રહ્માકુમારીઝની “ઈકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ” જાગૃતિ યાત્રાનું ભવ્ય સ્વાગત : પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિનો સંદેશ અપાયો

Share

 

ભરુચના ઝાડેશ્વર સ્થિત અનુભૂતિધામ સેવાકેન્દ્ર ખાતે ગુરુવારે બ્રહ્માકુમારીઝ, માઉન્ટ આબુની સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ વિંગ દ્વારા આયોજિત “નેશનલ કેમ્પેઇન ઑન ઈકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ” અંતર્ગત જાગૃતિ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. “Care for Nature – Prepare for Disaster” થીમ આધારિત આ રાષ્ટ્રીય અભિયાન 24 મે થી 12 જૂન 2026 દરમિયાન માઉન્ટ આબુથી નાગપુર સુધી વિવિધ શહેરોમાં ફરી પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવી રહ્યું છે.

Advertisement

સાંજે યોજાયેલા વિશેષ કાર્યક્રમનો શુભારંભ રાજયોગિની બી.કે. પ્રભાદીદીજી ની સ્નેહસભર ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માઉન્ટ આબુથી પધારેલા વિંગના મુખ્ય વક્તાઓ બીકે ભારત ભૂષણભાઈજી, બીકે મોહન સિંઘલભાઈજી, બીકે અસ્મિતા દીદી અને બીકે શ્રીનિવાસભાઈ નું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે વધતા પર્યાવરણીય પડકારો અને કુદરતી આપત્તિઓ સામે માનવજાતે વધુ જાગૃત બનવાની જરૂર છે. પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી સમજવી અને પર્યાવરણનું સંરક્ષણ કરવું આજના સમયમાં અત્યંત આવશ્યક બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિકતા દ્વારા આંતરિક શક્તિઓને જાગૃત કરી કોઈપણ આપત્તિ કે પડકારજનક પરિસ્થિતિનો તણાવમુક્ત રીતે સામનો કરી શકાય છે.

રાજયોગિની બી.કે. પ્રભાદીદીજીએ ઉપસ્થિત સૌને જળ સંરક્ષણ, વૃક્ષારોપણ અને સંકટની પરિસ્થિતિમાં માનસિક રીતે મજબૂત રહેવાની પ્રેરણા આપી હતી. સાથે જ પ્રકૃતિ સાથે સુમેળ જાળવી જીવન જીવવાનો સંદેશ પણ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ પાઠશાળાના આશરે 200 જેટલા ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન ઉપસ્થિત જનમેદનીએ પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે સદાય જાગૃત રહેવાનો દ્રઢ સંકલ્પ લઈને કર્યું હતું.


Share

Related posts

પાલેજ પોલીસે સાત માસથી ગુમ થયેલા માતા તેમજ ત્રણ પુત્રીઓને ઉત્તર પ્રદેશથી શોધી લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ગામે કે.આર.પટેલ વિદ્યામંદિરના નિવૃત્ત થતાં આચાર્યને વિદાયમાન અપાયુ.

ProudOfGujarat

પંચમહાલ પોલીસતંત્ર કોરોનાની જંગ સામે ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!