Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

181 અભયમ ટીમના સમયસર હસ્તક્ષેપથી પરિવારિક વિવાદનો સુખદ અંત : સસરા અને જેઠ દ્વારા ઘરેથી કાઢી મૂકાયેલી મહિલાને અપાવ્યો ન્યાય, પરિવાર સાથે કરાવ્યું સમાધાન

Share

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી પરિવાર તરફથી થતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે મદદ માગી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના સસરા અને જેઠ દ્વારા વારંવાર લડાઈ-ઝઘડા કરી મારઝુડ કરવામાં આવે છે તેમજ તેમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. સાથે જ ઘરમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે.

Advertisement

માહિતી મળતા જ ભરૂચની 181 અભયમ ટીમ તાત્કાલિક અસરથી મહિલાએ જણાવેલા સરનામે પહોંચી હતી અને સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યો હતો. ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાને એક નાની દીકરી છે અને તેમના પતિ કંપનીમાં નોકરી કરે છે. પીડિતાના જણાવ્યા મુજબ તેમના સસરા રોજબરોજ ઝઘડા કરી “તું મેલીવિદ્યા કરી મને પાગલ કરવા માંગે છે” જેવા આક્ષેપો કરતા હતા, જ્યારે જેઠ દ્વારા “આ ઘરમાં તમારો કોઈ હક નથી” કહી સતત અપમાનિત કરવામાં આવતી હતી.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે દીકરીના જન્મના માત્ર 15 દિવસ બાદ જ તેમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ પીડિતા પોતાના પતિ અને નાની દીકરી સાથે પિયર રહેવા ગઈ હતી. જોકે માતા-પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ફરી હિંમત કરીને સાસરીમાં રહેવા પરત આવ્યા હતા. પરંતુ ત્યાં પણ સસરા અને જેઠ દ્વારા “ઘરમાં પગ મૂકશો તો મારી નાખીશ” જેવી ધમકીઓ આપી મારઝુડ કરવામાં આવતી હતી.

ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા સસરા તેમજ જેઠનું વિગતવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમે તેમને સમજાવ્યું હતું કે પરિવારના દરેક સભ્યને સન્માનપૂર્વક અને સુરક્ષિત રીતે જીવવાનો અધિકાર છે. પીડિતા પણ પરિવારનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેમની સાથે ગેરવર્તન કરવું, ઘર બહાર કાઢી મૂકવું અથવા ધમકી આપવી કાયદેસર ગુનો બની શકે છે.

ટીમ દ્વારા બંને પક્ષોને શાંતિપૂર્ણ વાતચીતથી મતભેદ દૂર કરવા સમજ આપવામાં આવી હતી તેમજ પરિવારિક વાતાવરણ સારું રાખવા માટે સહકારથી રહેવાની સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓના કાયદાકીય અધિકારો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

કાઉન્સેલિંગના અંતે જેઠ દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી કે હવે પછી તેઓ કોઈપણ પ્રકારની લડાઈ-ઝઘડા, મારઝુડ કે ધમકી નહીં આપે તેમજ પીડિતાને શાંતિપૂર્વક ઘરમાં રહેવા દેશે અને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરે.

આ રીતે 181 અભયમ ટીમના સમયસર હસ્તક્ષેપ અને સમજદારીભર્યા કાઉન્સેલિંગથી પરિવારિક વિવાદનો સુખદ અંત આવ્યો હતો. સમગ્ર મામલે પીડિતાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ભરૂચ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી.

ProudOfGujarat

નડિયાદના વસો તાલુકામાં એન્ટી ટોબેકો રેડ કરી ૧૧ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ

ProudOfGujarat

હમ નહી સુધરેગે : પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી નિભાવતી સંસ્થાઓ NCT અને નોટિફાઇડ વિભાગ અંકલેશ્વર પોતે પ્રદુષિત કેમિકલ નિકાલના કૌભાંડમાં ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!