Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સિલ્વર બ્રિજના ૯૨ વર્ષ બાદ ૫૦૦ કરોડના ખર્ચે નવો રેલવે બ્રિજ બનશે

Share

નર્મદા નદી પર ૧૪૦૦ મીટર કરતાં વધુ લાંબો નવો બ્રિજ સીધો બનાવાવશે : પર્યાવરણ દિવસે વડોદરા ડીઆરએમ તેમજ સિનિયર ડીસીએમ માહિતી આપી

। ભરૂચ ।

Advertisement

બ્રિટીશ શાસનમાં ભરૂચમાં નર્મદા નદી પર બનેલાં સિલ્વર બ્રિજને ૯૨ વર્ષ થઈ ગયાં છે. ત્યારે સિલ્વર બ્રિજને આરામ આપી અમૃત ભારત અંતર્ગત રેલવે વિભાગ દ્વારા ૫૦૦ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે. તેમ પર્યાવરણ દિવસના દિવસે વડોદરાના ડીઆરએમ તેમજ સિનિયર ડીસીએમએ માહિતી આપી હતી.

અંગ્રેજોના સમયમાં બનેલાં રેલવે સિલ્વર બ્રિજને હવે ૯૨ વર્ષ થઈ ગયાં છે. ત્યારે તે અમૃતભારત હેઠળ નવનિર્માણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ૫ જૂન એટલે કે પર્યાવરણ દિવસે વડોદરાના ડીઆરએમ તેમજ સિનિયર ડીસીએમએ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બે પ્રકલ્પોના ઉદયાટન માટે આવ્યાં હતાં. ત્યારે તેમણે  નવા બ્રિજ અંગેની માહિતી આપી હતી.

હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતાં ફૂટ ઓવર બ્રિજ, પેસેન્જર બ્રિફ્ટના કામોની પ્રગતિ વિષે અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફૂટ ઓવરબ્રિજ તેમજ લિફ્ટની કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. વધુમાં તેમણે ઉમેયું હતું કે, નર્મદા નદી પર ૯૨ વર્ષ પહેલાં અંગ્રેજોએ સિલ્વર બ્રિજ બનાવ્યો હોત. જે કોસમાં છે. બીજી તરફ તેની આયુ હવે પૂર્ણ થવા પર છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા નવો રેલવે બ્રિજ બનાવવા જઈ રહી છે. ૫૦૦ કરોડના ખર્ચે બનનારા બ્રિજના કારણે વળાંકમાં રહેલાં ભરૂચ રેલવેના પ્લેટફોર્મ અને વાર્ડ પણ સીધું

કરાશે. જેથી કરી ભરૂચમાંથી ટ્રેનને ૨૦૦ કિમીની ઝડપે પસાર કરી શકાય નવા રેલવે બિના નિર્માણ માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાઈ રહ્યો છે.અને વર્ષ ૨૦૨૭માં નવા પૂલાના નિર્માણની કામગીરી શરૂ થઈ શકે છે. તેવી આશા તેમને વ્યક્ત કરી હતી.


Share

Related posts

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનું ગુંદલાવ ચાર રસ્તા પર કાબીલેદાદ પેટ્રોલિંગ ,આવારા તત્વોનો કાયદાના મારથી સહાર કરતુ પોલીસ તંત્ર

ProudOfGujarat

સાણંદ દાદા ગ્રામ આશ્રમ શાળા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો બાલ વર્ગ યોજાયો…

ProudOfGujarat

જુગારના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!