।ભરૂચ । ભરૂચમાં આવેલી જામા મસ્જિદને ઐતિહાસિક ધરોહર જાહેર કરાઈ છે. ત્યારે તેનું સંચાલન પુરાતત્વખાતુ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી ઐતિહાસિક ધરોહરની માલિકીને લઈને બે કોમ વચ્ચે વિવાદ ચાળી રહ્યો છે. ત્યારે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાતત્વ વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક ગણાતાં બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. ટીમે મસ્જીદમાં બનાવેલું વજુખાનું તોડી નાંખ્યું હતું. ઉપરાંત મસ્જિદનો પાછળનો દરવાજાને કાયમી તાળું મારી દીધું હતું. જોકે, પુરાતત્વ વિભાગ દ્વારા સમગ્ર કામગીરી તેમના નિયમાનુસાર કરી હતી. ભરૂચમાં આવેલાં જામા મસ્જિદને લઈને માનવામાં આવી રહ્યું છે કે, ૧૪મી સદીમાં બનેલી આ મસ્જિદ પ્રાચિન જૈન મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવ્યું છે.
ત્યારે જામા મસ્જિદને ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવતાં તેનું સંચાલન પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી જામા મસ્જિદ પુનઃ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ સ્મારકને કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા જૈન સ્મારક કે જૈન સમરી વિહાર તેમજ ચકધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે જુમ્મા મસ્જિદ ભારે ચર્ચામાં આવી ગઈ છે. દરમિયાનમાં છેલ્લાં છ મહિના ઉપરાંતથી કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો, વિરોધ તેમજ આંદોલન કરવામાં આવ્યાં હતા અને મસ્જિદને પુન: તેના મુળ સ્વરૂપમાં પુન: સ્થાતિત કરવાની માગ કરવામાં આવી રહી હોવાને કારણે વાતાવરણ તંગ બની રહ્યું છે. દરમિયાનમાં ઐતિહાસિક વિરાસત એવી જામા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની ટીમ આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમે મસ્જિદ પરિસરમાં બનાવાયેલાં વાંધાજનક બાંધકામોની તપાસ શરૂ કરી હતી. અરસામાં મસ્જિદમાં બનાવાયેલું વજુખાનું તેમણે તોડી પાડયું હતું. ઉપરાંત હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલાં આક્ષેપો મુજબ જુમા મસ્જિદના બે દરવાજા છે.
જે પૈકીના આગળના દરવાજા પર પુરાતત્વ વિભાગ દ્વારા તૈનાત કરાયેલી પોલીસ દ્વારા અંદર આવતાં જતાં લોકોની નોંધણી કરવામાં આવે છે. જ્યારે પાછળના દરવાજામાંથી આવતાં-જતા લોકોની કોઈ નોંધ થતી નથી. જેના પગલે ટીમે તે અંગેની વિગત મેળવી તેમણે પાછળના દરવાજાને કાયમી ધોરણે બંધ કરી દીધો હતો. સમગ્ર મામલાને લઈને મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, પુરાતત્વ વિભાગની કામગીરીથી સંતોષ છે. તેમની લડતમાં ૨૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. બીજી તરફ પુરાતત્વ વિભાગે પણ તેમના નિતી નિયમો મુજબની કામગીરી કરી હતી. જામા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની પરવાનગી વિના કરવામાં આવેલું બાંધકામ જ દૂર કરાયું હતું.
જામા મસ્જિદના વિવાદ વચ્ચે ૧૫ જૂને લોકોને એકત્ર કરી હસ્તાક્ષર અર્પણ યાત્રા ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદની આર્કિયોલોજી વિભાગમાં પહેલેથી જ એક મસ્જિદ તરીકેની નોંધણી છે. ત્યારે કેટલાંક લોકો કારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચક્રધારી સ્વામી મહારાજના અનુયાદી સુદર્શન નાગરાજ બાબાએ સોશિયલ મિડીયામાં આગામી ૧૫મી જૂને જૂમ્મા મસ્જિદ ખાતે એકત્ર થવા આહવાન કરાયું છે. તેઓ દ્વારા એક ખાસ હસ્તાક્ષર ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે ૧૫મી જૂને મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ જામા મસ્જિદે શંખનાદ કરી ત્યાંથી હસ્તાક્ષર અર્પણ ધાત્રા કાઢી કલેક્ટરે રજૂઆત કરવાની વાત કરી છે. ત્યારે આ પક્રિયા દરમિયાન ઉશ્કેરણી ભર્યા નિવદનો થાય તો ભરૂચ શહેર જિલ્લાના શાંતિભર્યા માહોલને ડહોળાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો ઉભા થયાં છે. પોલીસ વિભાગ દ્વારા આ મામલાને લઈને સતર્ક રહે તે જરુરી બન્યું છે.
