Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસંબા નજીક યાર્ન બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી : ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

Share

 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક આવેલી યાર્ન બનાવતી તમન્ના ઇન્ટરનેશનલ પ્રા. લિ. કંપનીમાં મંગળવારના રોજ અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ચાર ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મીઓએ ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી ટૂંકા સમયમાં કાબુ મેળવી લીધો હતો.

પ્રાથમિક રીતે આગ સામાન્ય હોવાને કારણે ફાયર વિભાગે ભારે જહેમત વિના આગને કાબુમાં લઈ લીધી હતી. જોકે આગ લાગતા ફેક્ટરીમાં થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની માહિતી સામે આવી નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફેક્ટરીમાં યાર્ન ઉત્પાદનનું કામ ચાલતું હોવાથી આગ કઈ પરિસ્થિતિમાં લાગી તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી આગ શોર્ટ સર્કિટ, ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર લાગી હતી કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર ફાયર ટીમ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ વધુ ફેલાઈ હોત તો ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હતી.


Share

Related posts

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ્સ એનએફઓ લોન્ચ કર્યો

ProudOfGujarat

ભરુચ જીલ્લાના ઝધડીયામાં આવેલ જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીઓમાંથી ચોરી થયેલા વાલ્વ સાથે દીવાગામેથી ચોરને પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુર નજીક હોટલ પ્રિન્સ પાસે ટ્રક પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો, અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!