Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વડદલા ગામના પાવરલિફ્ટર સમસાલ ઈદ્રીશ પટેલે વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતી વધાર્યું ગૌરવ

Share

 

ભરૂચ જિલ્લાના વડદલા ગામના પ્રતિભાશાળી પાવરલિફ્ટર સમસાલ ઈદ્રીશ પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ મેળવી દેશ, રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યુનાઇટેડ કિંગડમના નોટિંગહામ શહેરમાં યોજાયેલા WRPF UK વર્લ્ડ કપ 2026 માં સમસાલ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

Advertisement

સ્પર્ધા દરમિયાન સમસાલ પટેલે પોતાની શક્તિ, સમર્પણ અને મહેનતનો શ્રેષ્ઠ પરિચય આપતા પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. તેમની આ ઐતિહાસિક સફળતાથી ભારત, ગુજરાત અને ખાસ કરીને ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુંજ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવી વતન પરત ફરેલા સમસાલ પટેલનું વડદલા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ગામ આગમન પ્રસંગે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમને ઘોડા પર બેસાડી વિજયયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર ગામમાં આનંદ, ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સ્વાગત સમારોહમાં ગામના સરપંચ વિલાસબેન આહીર, ડેપ્યુટી સરપંચ માયાબેન પટેલ, પંચાયત સભ્ય તથા એડવોકેટ સલીમ મનસુરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સમસાલ પટેલને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

સમસાલ પટેલની આ સિદ્ધિ ભરૂચ જિલ્લાના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા ખેલાડીઓ માટે તેમની સફળતા એ સંદેશ આપે છે કે મક્કમ ઈચ્છાશક્તિ, સતત મહેનત અને આત્મવિશ્વાસથી આંતરરાષ્ટ્રીય મંચ પર પણ સફળતા મેળવી શકાય છે.


Share

Related posts

અંકલેશ્વર : પોલીસે સુરતી ભાગોળ સ્થિત ભાથીજી દાદાના મંદિર પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કવાંટ પોલીસ

ProudOfGujarat

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર ટ્રક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!