Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાહન અકસ્માતના કેસમાં ડમ્પર માલિકે મુકેલી વીમા પોલીસી બોગસ નિકળી : ભરૂચમાં વર્ષ ૨૦૨૧માં ડમ્પર ડ્રાઈવરે સાયકલ ચાલકને અકસ્માત કરી મોત નિપજાવ્યું

Share

 

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૧માં સર્જાયેલાં અકસ્માતમાં ડમ્પરના ડ્રાઈવરે સાયકલ ચાલકને ટક્કર મારતાં તેનું મોત થયું હતું. ઘટનાના પગલે જે તે સમયે ફરિયાદ નોંધાતાં કોર્ટમાં કેસ નોંધાયો હતો. દરમિયાનમાં ડમ્પર માલિકે કોર્ટ સમક્ષ બોગસ વીમા પોલીસી જમા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વીમા કંપનીએ ડમ્પર માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ભરૂચની બજાજ એલિયાન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના બાન્ય મેનેજરે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, મોટર એક્સિડન્ટ કૉઈમ ટ્રીબ્યુનલ ગોધરા, પંચમહાલ કોર્ટમાં દાખલ થયેલાં કેસને લઈને જણાવ્યું હતું કે, ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો વર્ષ ૨૦૨૧માં ૧૦ મીમેના રોજ નવેઠા પાસે અકસ્માત થયો હતો. જેમાં ભરૂચના નવેઠા તરફ થી જતાં એક ડમ્પર ચાલકે રોડની સાઈડમાંથી પસાર થઈ રહેલાં સાયકલ ચાલક અરવિંદ ચંદુભાઈ પટેલને ટક્કર મારતાં તેમનું મોત થયું હતું. જેના પગલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંનો કેસ ચાલી જતા ડમ્પરના માલિક ભુપેન્દ્ર દશરથ રાજપૂત (રહે, સર્વ બંગ્લોઝ, ઓસારા રોડ) નાએ તેમના ડમ્પરની વીમા પોલીસી જમા કરાવી હતી.

મૃતકના આશ્રિતે મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ ગોધરા, પંચમહાલ કોર્ટમાં ૪૭,૩૦ લાખનો ક્લેઈમ વળતર મેળવવા માટે દાવો કર્યો હતો. જેથી જે તે પોલીસી બજાજ એલિયાન્સના પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવતાં તે પોલીસી હકિકતમાં શ્રી હરી નારાવણમૂર્તિના ટુક માટે ઈસ્યુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે, અકસ્માત સર્જનાર ડમ્પરના માલિક ભુપેન્દ્ર દશરથ રાજપૂતે અન્ય ટૂંકની વીમા પોલીસી પર કોઈ પણ રીતે એડિટીંગ કરી તેને પોતાના નામે બતાવી ઠગાઈ કરવાના હેતુથી બોગસ પોલીસી બનાવી હોવાનું સ્પષ્ટ થતાં તેમની સામે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ઠગાઈનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

ProudOfGujarat

રાજપીપળા : સાફસફાઈ મુદ્દે નાંદોદના ધારાસભ્યએ પાલિકાને પત્ર લખવો પડયો.

ProudOfGujarat

ભરૂચ : લૂંટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!