Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા તાલુકાના ખોજબલ ગામે રહસ્યમય ઘટના: ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો, ગળા પર કપડું મળતાં હત્યાની આશંકા

Share

 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહની હાલતને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

Advertisement

ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ યુવાનની ઓળખ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના ગળા પર કપડું વિંટાળાયેલું જોવા મળ્યું હોવાનું સામે આવતા ઘટનાએ વધુ રહસ્ય સર્જ્યું છે. શું યુવાનનું મોત આત્મહત્યા છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે? તે અંગે હાલ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવવાની કામગીરી શરૂ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ ઘટનાની વધુ કડીઓ મળી શકે તેવી શક્યતા છે.

મૃતકના દેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે.

હાલ વાગરા પોલીસ આ મામલે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મોત થયું છે તે સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.


Share

Related posts

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત

ProudOfGujarat

વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩ મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અનાજ ઉપર જીએસટી વધારવાના વિરોધમાં રાજપીપળા અનાજ કરિયાણા વેપારી મંડળનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!