Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં મેઘમહેર: સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Share

 

ભરૂચ જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત રહ્યો હતો. સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર શહેર અને જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.

Advertisement

સમયસર થયેલો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી વાવણી સહિતની કૃષિ કામગીરીને વેગ મળશે અને પાક માટે પણ અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે.

બીજી તરફ સતત વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં, જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ નર્મદા નદી તરફ થાય છે, ત્યાં આજે સવારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જોકે, સ્થાનિક તંત્ર પાણીના નિકાલની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

વરસાદને પગલે શહેરમાં ચોમાસાની ઋતુનો માહોલ વધુ ખીલી ઊઠ્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખતા આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતો અને નાગરિકોમાં સારા ચોમાસાની આશા જાગી છે.


Share

Related posts

યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી

ProudOfGujarat

આમોદ નગરપાલિકામા સફાઈ કામદારોનુ શોષણ થતું હોવાથી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા યોજાઈ હતી

ProudOfGujarat

રાજપીપલા અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!