Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયામાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત, આગામી બે દિવસ માટે ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સૌથી વધુ અસર વાલિયા તાલુકામાં જોવા મળી હતી. બપોરે 12થી સાંજે 4 વાગ્યા દરમિયાન વાલિયામાં 81 મીમી (અંદાજે સાડા ત્રણ ઈંચ) વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વાલિયા તાલુકાના ડુંગરી ગામના કણબી ફળિયામાં ભારે વરસાદને કારણે ચારથી વધુ કાચા મકાનોમાં પાણી ઘૂસી જતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ ડોલ વડે પાણી બહાર કાઢી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો, પરંતુ સૌથી વધુ વરસાદ વાલિયામાં નોંધાયો હતો. જ્યારે ભરૂચ શહેરમાં માત્ર 3 મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી-નાળા, પાણી ભરાયેલા વિસ્તારો અને જર્જરિત ઈમારતોથી દૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ વીજપોલથી અંતર જાળવવા અને કોઈપણ આપત્તિ સર્જાય તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવાઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને આગામી બે દિવસ માટે હાઈ એલર્ટ પર રાખી સમગ્ર જિલ્લામાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હોવાથી વાલિયા સહિત સમગ્ર જિલ્લામાં સતર્કતા વધારવામાં આવી છે.


Share

Related posts

વાગરાની ઓચ્છણ ચોકડી પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બે લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાયા

ProudOfGujarat

જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!