Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જાગેશ્વર ગામના સ્થાનિકોનું કલેક્ટરને આવેદન, અમારી તો જમીન પણ ગઈ ને રોજગાર પણ : આજિવિકાનો પ્રશ્ન વિકટ બનતાં આગામી ૧૬મી જૂલાઈથી અચોક્કસ મુદતના આંદોલન પર બેસશે

Share

 

એબીજી શિપયાર્ડ માટે જમીન સપાંદન થઈ હતી, હવે રિલાયન્સ દ્વારા સંચાલન કરાય છે

Advertisement

ભરૂચ .

વાગરા તાલુકામાં આવેલાં જાગેશ્વર ગામના સ્થાનિકોએ ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી તેમજ ખાનગી કંપનીઓ માટે પોતાની ફળદ્રુપ જમીનો સપાંદનમાં આપી હતી. જેના બદલામાં જે તે સમયે માત્ર ૫૬ હજાર પ્રતિ એકર જેટલું જ વળતર ચૂકવાયું હતું. જકો, જમીન સંપાદન વેળાં સ્થાનિકોને કાયમી રોજગારી આવામાં આવશે તેમજ ગામમાં પીવાનુ પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધાઓ આપવાનો વાયદો આપ્યો હતો. જેથી તેમણે જમીન સંપાદનમાં આપતાં તેમને એબીજી શિપયાર્ડમાં નોકરી મળી હતી. જોકે, સમયાંતરે કોઈ કારણસર એબીજી શિપયાર્ડ બંધ થઈ ગયાં બાદ કર્મચારીઓ બેરોજગાર બન્યાં હતાં. જોકે, બીજી કોઈ કંપની તેને ટેક ઓવર કરશે તો તેમને પુન: રોજગાર મળશે તેવી આશાએ તેઓ બેઠાં હતાં.

દરમિયાનમાં રિલાયન્સ કંપની દ્વારા હાલમાં તેનું સંચાલન હાથમાં લેતાં જૂના કર્મચારીઓને નોકરી પર લીધાં ન હતાં. જેના કારણે સ્થાનિકોને રોજગારી વિના પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. ત્યાર છેલ્લાં કેટલાંય સમયથી તેઓ અગાઉના જિલ્લા કલેક્ટર, દહેજ જીઆઈડસી, અંકલેશ્વર તથા ગાંધીનગર ખાતે અનેક વાર લેખિતમાં રજૂઆતો કરવામાંઅ દૈવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સ્થાનિકોએ આખરે જણાવ્યું હતું કે, તેઓ અત્યાર સુધી શાંતીપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે ન્યાય માટે લડત ચલાવી છે. જોકે, હવે આજીવિકાનો પ્રશ્ન વિકટ બનતાં આગામી ૧૬મી જૂલાઈથી જાગશ્વર ગામ તેમજ વાગરા તાલુકાના તમામ જમીન ગુમાવનારા નાગરિકો અચોક્કસ મુદતના આંદોલન પર પર બેસશે.


Share

Related posts

ભરૂચ : સાત મહિનાથી પ્રોહીબિશનનાં ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ભાવનગર ના પાલીતાણા નગરપાલિકા સ્ત્રી અનામતની અઢી વર્ષ પૂર્ણ થતાં બાકી રહેલા અઢી વર્ષ માટે જનરલ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી

ProudOfGujarat

ભરૂચ : કયાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સપાટી અને નર્મદા નદીની સપાટી વિશે જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!