Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક : ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર

Share

 

ભરૂચ :

Advertisement

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં ભરૂચમાં પણ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KMCRI) દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં કેસ સામે આવ્યા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા સાવચેતીના ભાગરૂપે કરવામાં આવેલી આ આગોતરી તૈયારી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા સજ્જ રાખવામાં આવી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ઉપસરપંચ તરીકે રંજનબેન વસાવા નિમાયા.

ProudOfGujarat

ઉમરપાડા વનવિભાગે શંભુનગરના કમોદવાવ પાસે ખેરનાં લાકડાં ભરેલી બોલેરો પીકઅપ સાથે રૂ.૩,૦૭,૫૯૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ના બોરિદ્રા ખાતે પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના આગેવાનોને ગ્રામ જનોએ ભગાડ્યા, બોલ્યા એક જ ચાલે ચૈતર જ ચાલે…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!