Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ડૉ. ગંગુબેન હડકણ હાઇસ્કૂલને ડિજિટલ બોર્ડનું દાન : દાતાશ્રી દિનેશભાઈ મોદીની પહેલથી વિદ્યાર્થીઓને મળશે આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણનો લાભ

Share

 

ભરૂચ  :

Advertisement

 

ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડૉ. ગંગુબેન હડકણ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે જોડવાના હેતુથી ડિજિટલ બોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાતાશ્રી દિનેશભાઈ મોદી દ્વારા શાળાને ડિજિટલ બોર્ડનું દાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ડિજિટલ શિક્ષણની જરૂરિયાત સતત વધી રહી છે ત્યારે આવા સાધનો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને રસપ્રદ શિક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે ડિજિટલ બોર્ડના ઉપયોગથી શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનશે. વિદ્યાર્થીઓને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી વિષયને સરળતાથી સમજવાની તક મળશે તેમજ ટેક્નોલોજી આધારિત શિક્ષણ દ્વારા તેમની શૈક્ષણિક ક્ષમતામાં વધારો થશે.

કાર્યક્રમમાં શાળા સંચાલક મનહર વાઘેલા, બીપીન ચંદરવાલા, શિક્ષકગણ, આગેવાનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.


Share

Related posts

વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક એક બાઈક ચાલક યુવક પર જીવંત હાઈ ટેન્શન વીજ તાર તૂટી પડતા મોત..

ProudOfGujarat

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર : ઈનર વ્હીલ કલબ દ્વારા દસ દિવસીય યોગ શિબરનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!