Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ-આછોદ રોડ પર રાત્રે બેઠેલી કાળી ગાય સાથે બાઇક અથડાતાં 3 યુવાનોને ઇજા

Share

 

પ્રતિનિધી : આમોદ પંથકમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. અવારનવાર રસ્તાઓ પર રઝળતા પશુઓના કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના આમોદ-આછોદ રોડ પર બની હતી, જેમાં રસ્તા પર બેઠેલી કાળી ગાય સાથે બાઇક અથડાતાં ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે ગાયને પણ ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રિના સમયે સામેથી આવતાં વાહનોની હેડલાઇટના તેજ પ્રકાશના રિફ્લેક્શનને કારણે રસ્તા પર બેઠેલી કાળી ગાય સમયસર નજરે ચઢી નહોતી. પરિણામે પૂરઝડપે આવી રહેલી બાઇક ગાય સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકોને પ્રાથમિક મદદ આપ્યા બાદ સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે રખડતા ઢોરના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.


Share

Related posts

નડિયાદમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ખાતે પતિ સાથેના અણબનાવ વચ્ચે પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પકડાયેલા 4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!