Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસમાં ફરિયાદ કેમ કરી કહી દંપતિ-માતા પર પરિવારનો હુમલો : કરમાડના પરિવારને મનુબર ગામ પાસે રસ્તામાં રોકી માર માર્યો

Share

 

ભરૂચ તાલુકામાં આવેલાં કરમાડ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં હમઝા ઈકબાલ ભામ દહેગામ ચોકડી પાસે દુકાન ધરાવે છે. તેઓ ગઈકાલે સાંજે તેમની દુકાને હતાં. તે વેળાં તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે, તેમના ઘર પાસે રહેતી નજમા તેમજ તેની સાસુએ તેમની સાથે ઝઘડો કર્યો છે.જેથી તેઓ તુરંત ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં તેમને માલુમ પડયું હતું કે, નજમા અને તેની સાસુએ તેમની પત્ની તથા માતા સાથે ઝઘડો કરી તેને ઢીકાપાટુંનો માર માર્યો હતો. જેના પગલે તેઓ તેમને બાઈક પર બેસાડી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે ગયાં હતાં. જજ્યાંથી પરત તેઓ ઘરે જઈ રહ્યાં હતાં.

Advertisement

તે વેળાં ઈરબાઝ તેના પિતા ઈરફાન નવસારીવાળા તેમજ મહેમુદા તેમની કારમાં સામેથી આવતાં હોઈ તેઓ બન્ને એકબીજાને જોઈને મનુબર ગામે નહેર પાસે ચારરસ્તા નજીક ઉભા થઈ ગયાં હતાં. અરસામાં ઈબાઝ તેમજ તેના પિતા ઈરફાન નવસારીવાળા સહિતનાઓએ તેમને મારમારવા લાગ્યાં હતાં. અરસામાં મનુબર ગામના કેટલાંક લોકોએ દોડીઆવી તેમને છોડાવ્યાં હતાં. ઈજાગ્રસ્તને સારાવરામટો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

ProudOfGujarat

યુવતીનો પીછો કરનાર ત્રણ રોમિયોનો વિડીયો વાયરલ થતાં વડોદરા શી ટીમ એ ત્રણેયને ઝડપી કાર્યવાહી કરી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં 52,699 શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!