Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બિનવારસી કારમાંથી ₹1.72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો  :   મનુબર ગામ પાસે અકસ્માતગ્રસ્ત હાલતમાં કાર મળી આવી; ભરૂચ એલસીબીની કાર્યવાહી, કાર માલિક અને ખેપિયાની શોધખોળ તેજ

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ જિલ્લા એલસીબીની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મનુબર ગામ નજીકથી અકસ્માતગ્રસ્ત અને બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી અંદાજે ₹1.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કારના માલિક, ચાલક તેમજ દારૂના જથ્થાના સપ્લાય અને ડિલિવરી સાથે સંકળાયેલા આરોપીઓને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ શ્રીપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચથી વડોદરા તરફ જતાં માર્ગ પર મનુબર ગામ નજીક એક કાર શંકાસ્પદ રીતે અકસ્માતગ્રસ્ત હાલતમાં ઉભી છે. બાતમીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે સ્થળ પર તપાસ કરતાં કારનો ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યો નહોતો. કાર બંને બાજુથી અથડાયેલી હાલતમાં હતી, જ્યારે આગળનું બમ્પર તેમજ ડાબી બાજુનું ટાયર તૂટેલું જોવા મળ્યું હતું. કારની અંદર તપાસ કરતાં પાછળની સીટ પર વિદેશી દારૂના બોક્સ ભરેલા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ગણતરી કરતાં કારમાંથી કિંગફિશર બ્રાન્ડની બિયરના 36 બોક્સ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત સહિત કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹1.72 લાખ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો તથા કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસના આધારે કારના રજિસ્ટ્રેશન નંબર પરથી માલિક અને ચાલકની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિત સમગ્ર નેટવર્ક અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

બુટલેગરની દુનિયાનો “ભાઈ “સચિનનૌ સારથી ઝડપાયો વલસાડ રૂરલ પોલીસ સફળતાના શિખરે

ProudOfGujarat

કોરોના મહામારી બાદ આજે ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે CBI એ એક અધિકારી સહિત 5 ની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!